• Gujarati News
  • Action Plan Will Implement To Stop Crime In Ahmedabad

અ'વાદમાં ગુનાખોરીને કાબૂમાં લાવવા માટે એક્શન પ્લાન અમલમાં મુકાશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- લૂંટના બનાવો અંગે એડિ. હોમ સેક્રેટરીની પોલીસ અધિકારીઓ સાથે મિટિંગ
- મહિ‌લાઓની સુરક્ષા માટે સિંગલ નંબર હેલ્પ લાઇન શરૂ કરાશે


શહેરમાં છેલ્લા કેટલાક દિવસો દરમિયાન થઈ રહેલી ધડાધડ લૂંટ અને વધી રહેલા ક્રાઇમરેટને કાબૂમાં લેવાની ચર્ચા-વિચારણા કરવાના હેતુસર રાજ્યના ગૃહ વિભાગના અગ્ર સચિવ એસ.કે. નંદાએ રાજ્યના પોલીસવડા અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર સહિ‌ત અન્ય ઉચ્ચ આઇપીએસ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. જેમાં પોલીસનું કોમ્યુનિકેશન વધારવું.

છેવાડાના વિસ્તારોમાં ઘોડેસવાર પોલીસ કાર્યરત કરવી અને મહિ‌લાઓ માટે સિંગલ નંબર હેલ્પલાઇનનો અમલ કરવા જેવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચા દરમિયાન પોલીસે વધુ વાહનોની માંગણી કરતા તે અંગે પણ નિર્ણય લેવાની ખાતરી અપાઇ હતી. આ ઉપરાંત દરેક એસપીને તેમના વિસ્તારના ૧૦ માણસોને પસંદ કરી તેમના થકી બાતમીઓ મેળવી કોમ્યુનિટી પોલીસિંગની યોજના અમલમાં મૂકવા પણ સૂચના આપવામાં આવી હતી.

એક્શન પ્લાનના મહત્ત્વના મુદ્દાઓ...

પોલીસનું કોમ્યુનિકેશન વધારવું : જો કોઇ ચોર કે લૂંટારુ ભાગતો હોય તો પોલીસ તેનો પીછો તો કરે જ, પરંતુ એક પોઇન્ટ પરથી આગળના પોઇન્ટ પર પણ આ મેસેજ પાસ કરી દેવામાં આવે તો ગુનેગાર ઝડપાઇ શકે. માટે પોલીસમાં દરેક પોઇન્ટ વચ્ચે કોમ્યુનિકેશન રહે તેના માટે આધુનિક સાધનો વસાવાશે અને તેનાથી ટ્રાફિક પોલીસને સજ્જ કરાશે.

પોલીસ મથકોમાં નવા વાહનો ખરીદવાની માંગ : અમદાવાદ શહેરનો િવસ્તાર દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે તેની તકેદારી રાખવા માટે પોલીસ પાસે પૂરતા વાહનો નથી અને જે છે તે જૂના છે માટે નવા વાહનો માટે પોલીસે માંગ કરતાં તે દિશામાં નિર્ણય લેવાશે. આ સિવાય દરેક વિસ્તારમાં પેટ્રોલિંગ માટે ૨૦૦ બાઈક સવાર પોલીસ મેનની પસંદ કરવી.

છેવાડાના વિસ્તારોમાં ઘોડેસવાર પોલીસ પેટ્રોલિંગ કરશે : શહેરના છેવાડાના વિસ્તારો જેવાકે વટવા, ગોતા, સાબરમતી સહિ‌તના વિ સ્તારોમાં ઘોડેસવાર પોલીસ પેટ્રોલિંગ કરતી રહે તેવી જોગવાઇ કરવામાં આવી છે.

૩૦૦ હોમગાર્ડના જવાનોની કાયમી મદદ લેવાશે : પોલીસને મદદ માટે હોમગાર્ડના ૩૦૦ જવાનો ફાળવવામાં આવશે. આ જવાનોએ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સાથે રહેવાનું રહેશે.

પોલીસ ઇન્ફોર્મરનું નેટવર્ક બનાવવાનું રહેશે : છેલ્લા કેટલાય સમયથી પોલીસ માત્ર સરકારી કાર્યક્રમો અને ઉત્સવો તથા કાર્નિ‌વલોમાં જ વ્યસ્ત રહેતી હોવાથી પોલીસના બાતમીદારો તેમનાથી દૂર થઇ ગયા છે જેથી પોલીસને પૂરતી વિગતો મળતી નથી માટે હવે બાતમી દારોનું નેટવર્ક બ નાવવા આદેશ અપાયો હતો. ખુદ એસીપીને પણ પોતાના વિ સ્તારના દસ બાતમીદારો તો ઓળખતા જ હોવા જોઇએ.

મહિ‌લાઓ માટે સિંગલ નંબર હેલ્પલાઇન કાર્યરત કરાશે : જો કોઇ મહિ‌લા મુસીબતમાં હોય તો તેના માટે હેલ્પલાઇનો સિંગલ નંબર હ શે કે જે નંબર ડાયલ કરતાંજ તેને પોલીસની મદદ મળી રહે. જે નંબર કયો રાખવો તેના અંગે ચર્ચા થશે. જોકે અત્યાર સુધી તો મહિ‌લા હેલ્પલાઇનનો નંબર એક દુકાનદારને ત્યાં લાગતો હતો.
મહિ‌લાઓને જાગૃત કરાશે : ખાસ કરીને મહિ‌લાઓને જાગૃત કરી ઓછા દાગીના પહેરી બહાર નીકળવા તથા કામ માટે ઘરે આવતા દરેક વ્યકિત પાસે તેનો ઓળખપત્ર માંગવા કહેવા પર ભાર અપાયો હતો.