સાવધાનઃ હવે પત્નીને મારશો તો વળતર ચૂકવવું પડશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ મુજબ પગલાનો અમદાવાદના પો. કમિ.નો આદેશ
-ઘરેલુ હિંસાની ફરિયાદ માત્ર મહિલા પોલીસ સ્ટેશનમાં જ નોંધવા સૂચના

હવે, તમે તમારી પત્નીને મારી તો કોર્ટ તમને વળતર ચૂકવવાનો આદેશ કરશે. કારણ, અમદાવાદ શહેરના દરેક પોલીસ સ્ટેશનમાં પરણિત મહિલાને થતા ઘરેલુ હિંસાના સંદર્ભમાં ડોમેસ્ટીક વાયોલન્સ એક્ટ ૨૦૦૫ અનુસાર જ કાર્યવાહી કરવાનો આદેશ પોલીસ કમિશનર શિવાનંદ ઝા એ કર્યો છે. અત્યારસુધી શારીરિક-માનસિક ત્રાસ અંગે આઈપીસી ૪૯૮(ક) અનુસાર ફોજદારી કાર્યવાહી થતી હતી. પણ હવે, ડોેમેસ્ટીક વાયોલન્સ એક્ટ અંતર્ગત થનારી કાર્યવાહીને પગલે દરેક પીડિતાને કોર્ટ રાહે તેના સાસરિયાઓ તરફથી વળતર મળી શકવાના મજબૂત સંજોગો ઉભા થશે.વળી, બંÌો પક્ષનું પોલીસ દ્વારા કાઉન્સેલિંગ કરાશે. છતાં પણ આ પ્રકારના કેસમાં કોઈ હકારાત્મક પરિણામ ન આવે તો અંતે ફોજદારી રાહે અમદાવાદમાં એક માત્ર મહિલા પોલીસ સ્ટેશનમાં જ ગુનો દાખલ કરવાનો રહેશે.

આ અંગે વધુ વાંચવા માટે તસવીરો બદલતા જાવ...