તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

૨પ વાર ચારધામની યાત્રા કરી ચૂકેલો હિ‌રેન ૧૮ દી’થી લાપતા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અગાઉ ૨પ વાર ચાર ધામની યાત્રા કરી ચૂકેલો અને અનેકને યાત્રા કરાવી ચૂકેલો નરોડામાં રહેતો ૩૬ વર્ષીય હિ‌રેન દવે છેલ્લા ૧૮ દિવસથી તે લાપતા બની ગયો છે. તે આફતમાં ફસાયાની દહેશત વ્યક્ત થઈ રહી છે. ટ્રાવેલ્સમાં ટૂર મેનેજર તરીકે કામ કરતો હિ‌રેન સેવાભાવથી કામ કરતો અને કોઈ પાસે પૈસા ના હોય તો બાકી રાખીને પણ યાત્રા કરાવતો.

હિ‌રેન નવ જણાના પરિવારનો આધાર છે અને તેની બે લાખની ઉઘરાણી ફસાયેલી છે. આજે કટોકટીમાં લોકો બાકી નાણા આપવાને બદલે ફોન બંધ કરી દે છે જ્યારે સરકાર તરફથી કોઈ મદદ ન મળતાં પરિવાર ચિંતામાં મૂકાયો છે.