'નમો'ની ટીમમાં વધુ એક સિતારો, એ કે શર્મા પીએમઓમાં સંયુક્ત સચિવ નિમાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- એ કે શર્મા પીએમઓમાં સંયુક્ત સચિવ નિમાયા
- ગુજરાતમાં તેમના કાર્યભારમાંથી મુક્ત કરાયા
- મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના કાર્યાલયમાં સક્ષમ કામગીરી બજાવતા હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના કાર્યાલયમાં સક્ષમ કામગીરી બજાવનારા ૧૯૮૮ની બેચના આઈએએસ અધિકારી એ કે શર્માની વડાપ્રધાન કાર્યાલયમાં સંયુક્ત સચિવ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાતને વિકાસનું એક અનન્ય મોડેલ તરીકે પ્રસ્થાપિત કરવાના મોદીના પુરૂષાર્થમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા ગુજરાતના સનદી અધિકારીઓમાં એ કે શર્માનું નામ મોખરે લેવાય છે. ભાજપને લોકસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મળી અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવાના નિ‌શ્ચિ‌ત થયા ત્યારથી જ એ કે શર્માને નવી દિલ્હી બોલાવી લેવાયા હતા. હવે તેમની ૩૦મી મે ના દિવસની અસરથી પીએમઓમાં નિયુક્તિ કરવામાં આવી છે. ગુરૂવારે તેમને ગુજરાતમાં તેમના કાર્યભારમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. હવે તેઓ પીએમઓમાં કામ કરશે.