• Gujarati News
  • ભાજપી કોર્પોરેટરના ઘરમાંથી દાગીના અને રોકડની ચોરી

ભાજપી કોર્પોરેટરના ઘરમાંથી દાગીના અને રોકડની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : નરોડાના કુબેરનગર વોર્ડના ભાજપ પ ાના કોર્પોરેટર રોશનભાઈ લ મીચંદ ગોલાણી કુબેરનગરના આદિત્ય બંગલોઝમાં રહે છે. પત્ની અને બાળકો રાજકોટ ગયા હોવાથી કોર્પોરેટર રવિવારે તેઓને લેવા રાજકોટ પહોંરયા હતા. રવિવારે મોડી રાતે કોર્પોરેટર પોતાના ઘરે પરત ફરી મકાનનો દરવાજો ખોલતા તેમના ઘરમાં તમામ માલસામાન વેરવિખેર પડેલો જણાયો હતો. કોર્પોરેટરે તપાસ કરતા તેમના ઘરમાંથી ૨૦ હજારની રોકડ રકમ તેમજ ૨.૩૦ લાખના દાગીના મળીને કુલ ૨.૫૦ લાખનો માલમુદ્દા ચોરી થયો હોવાનું બહાર આવ્યું હતું. જયારે તસ્કરો ઘરની બારીની ગ્રીલ તોડીને ઘરમાં પ્રવેશ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ ઘટના અંગે કોર્પોરેટર રોશનભાઈએ સરદારનગર પોલીસ મથકમાં ઘરફોડ ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે.