શુકન બન્યુ અપશુકન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેંકો-બિલ્ડરના મેળાપીપણામાં કૌભાંડ
શુકનની સાત અધૂરી સાઈટ પર મટીરિયલ-લેબરનો સપ્લાય બંધ
શુકન કોર્પોરેશને આચરેલા છેતરપિંડી કૌભાંડમાં પીડિત બિિલ્ડંગ મટીરિયલ્સ સપ્લાયર્સ અને કોન્ટ્રાકટર્સએ સોમવારે સાંજે મીટિંગમાં શુકનની સાત અધૂરી સાઈટ પર મટીરિયલ્સ અને લેબરની સપ્લાય બંધ કરવાનો નિર્ણય કર્યોછે. આ વેપારીઓના ૩૫ કરોડના લેણાં બાકી છે અને કેટલાક વેપારીઓએ તો બિલ્ડરને રોકડા રૂપિયા આપ્યાં છે.
વેપારીઓની મીટિંગમાં શુકન એન્જોય, સ્માઈલ સિટી, રાઈઝ, શાઈન, રોયલ, રિવરવ્યૂ અને પેલેસની અધૂરી સ્કીમમાં કોઈ પણ મટીરિયલ કે લેબર સપ્લાય ના કરવા માટેનો સામૂહિક નિર્ણય લેવાયો છે. કોટક મહિન્દ્રા બેંકે ડેબ્ટ રિકવરી ટિ્રબ્યુનલમાં પોતાના બાકી નાણાં માટે અરજી કરીને દસ્તાવેજો કરવા સામે સ્ટે મેળવ્યો છે. આ બિિલ્ડંગમાં પોતાના પણ લેણાં બાકી છે તેવી વેપારીઓ બેંક સમ ા રજૂઆત કરશે અને બાકી લેણાંનું લિસ્ટ આપશે. આ ઉપરાંત ડીઆરટીએ નિમેલા કોટર્ કમિશનને પણ બધા પુરાવાઓ આપશે. શુકનની સ્કીમમાં કેટલાક વેપારીઓ મટીરિયલ અને લેબર સપ્લાય કરવા ઉપરાંત રોકડા રૂપિયા પણ આપ્યાં હતાં, જેની ડાયરીઓમાં એન્ટ્રીઓ છે. વેપારીઓ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરશે, ઉપરાંત ચેમ્બર, ગાહેડમાં પણ રજૂઆત કરશે.
બેંકો અને શુકન બિલ્ડરના મેળાપીપણામાં કૌભાંડ આચરાયું છે આથી તેઓની દાદાગીરી તથા ધમકીઓ સાંખી લેવામાં આવશે નહીં. તેઓની સામે ફરિયાદો અને આંદોલનો કરીશું.’ જિગર પટેલ, મટીરિયલ સપ્લાયર