• Gujarati News
  • તન્મય મહેતાને વારાણસીની જવાબદારી સોંપવાની તૈયારી

તન્મય મહેતાને વારાણસીની જવાબદારી સોંપવાની તૈયારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક દાયકા કરતાં વધુ સમય સુધી કામ કરનારા તન્મય મહેતાને વારાણસીની વિશેષ જવાબદારી સોંપવાની તૈયારી થઇ રહી છે. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ શપથ લીધા એ પછી તરત જ તન્મય મહેતાને મોદીએ તેમના વારાણસી મતવિસ્તારની વિશેષ જવાબદારી સોંપાશે. આ ઉપરાંત મુખ્યમંત્રીની ઓફિસમાં પ્રિન્સિપલ સેક્રેટરી જી. સી. મુર્મુને પણ પીએમઓ તરફથી દિલ્હી પહોંચવાનો સંદેશો મળી ગયો હોવાનું જાણવા મળે છે.
સંઘ સાથે જોડાયેલા અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમના અંગત મદદનીશ તરીકે એક દાયકા કરતાં વધુ સમય સુધી કામ કરનારા તન્મય મહેતાએ ભાજપના ખાનપુર કાર્યાલય પર પણ કેટલાક વર્ષો કામ કર્યું છે. ૨૦૦૧થી મોદી સાથે તેમના આંખ-કાન બનીને કામ કરનારા તન્મયને હવે અગાઉ વાજપેયીએ શિવકુમાર મિશ્રાને જેમ વિશેષ જવાબદારી સોંપી હતી એવી જ રીતે મોદી વારાણસીની જવાબદારી સોંપવા જઇ રાા છે. આગામી પાંચ વર્ષમાં વારાણસીમાં વિકાસના કામો અને વારાણસીની પ્રજાનો પ્રશ્નોના નિકાલ માટે આ જવાબદારી તન્મયને સોંપાઇ રહી છે.
તન્મય ઉપરાંત સીએમઓમાં કામ કરતા ૧૯૮૫ની બેચના આઇએએસ અધિકારી જી. સી. મુર્મુને પણ દિલ્હીનું તેડું આવી ગયું હોવાનું જાણવા મળ્યું છે. મુર્મુ વડાપ્રધાન મોદીના કાર્યાલયમાં કામ કરશે. જેમના નામની બહુ ચર્ચા ચાલી હતી એ કૈલાસનાથનને હજી સત્તાવાર કોઇ કહેણ આવ્યું નથી. પણ કૈલાસનાથન નિવૃત્તિ પછી સરકારમાં જોડાયેલા હોવાથી તેમની નિમણૂંક સરકારી રાહે નહિ પણ અલગ રીતે થાય એવી શકયતા છે.
મોદી સાથે તેમના મદદનીશ જગદીશ ઠક્કર, ઓ. પી. સિંઘ, દિનેશ ઠાકુર, રસોઇયો બદ્રી અગાઉ દિલ્હી પહોંચી ચૂકયા છે.
તન્મય મહેતા