• Gujarati News
  • ચોરી લૂંટમાં યુપી બિહાર કરતાં ગુજરાતના બાળગુનેગારો મોખરે

ચોરી-લૂંટમાં યુપી-બિહાર કરતાં ગુજરાતના બાળગુનેગારો મોખરે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુનાખોરી માટે જાણીતા યુપી અને બિહાર જેવા રાજયો કરતા ગુજરાતમાં બાળગુનેગારોની સંખ્યામાં થયેલો વધારો ચિંતાજનક બાબત છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા આ બાબત સ્પષ્ટ કરે છે. અલબત્ત, હત્યા અને દુષ્કર્મ જેવા ગંભીર ગુનામાં ૨૦૧૨ની તુલનામાં વર્ષ ૨૦૧૩માં બાળગુનેગારોની સંખ્યામાં વધારો થયો છે. ગાંધીના ગુજરાતમાં દારૂ અંતર્ગત નોંધાયેલા ગુનામાં પણ ૫૮૨ જેટલા બાળગુનેગારો પકડાયા છે.
આ રિપોટર્ મુજબ, વર્ષ ૨૦૧૨માં ગુજરાતમાં ૩૭ સગીર સામે હત્યાના ગુના નોંધાયા હતા. તેવી જ રીતે, ૨૦ સગીર સામે દુષ્કર્મ અને ૫૪ સામે અપહરણ જેવા ગંભીર ગુના નોંધાયા હતા. જેની તુલનામાં ૨૦૧૩ના વર્ષમાં હત્યાના ગુના ૫૧ સગીર સામે નોંધાયા છે. દુષ્કર્મના કેસમાં ૨૪ અને અપહરણ જેવા ગુનામાં ૮૦ સગીર સામે ગુના નોંધાયા છે. આઈપીસી કલમ હેઠળ અને સ્પેશિયલ એન્ડ લોકલ લોઝ અન્વયે ગુજરાતમાં ૨૦૧૨માં કુલ બાળગુનેગારોની સંખ્યા ૧૩૭૫ હતી. જે ૨૦૧૩માં આ સંખ્યા ૧૪૪૨ થઈ ગઈ છે. ૨૦૧૨માં ૫૦૦ સગીર સામે દારૂ સંલગ# કેસ નોંધાયા હતા જયારે ૨૦૧૩માં ૫૮૨ સગીર સામે આવા ગુના નોંધાયા હતા.
એનસીઆરબીનો ચોંકાવનારો રિપોટર્