• Gujarati News
  • લાંચકેસમાં નારાયણે કરેલી જામીન અરજી હાઇકોટર્ે ફગાવી દીધી

લાંચકેસમાં નારાયણે કરેલી જામીન અરજી હાઇકોટર્ે ફગાવી દીધી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે આસારામ આશ્રમમાંથી જપ્ત કરેલા મહત્ત્વના દસ્તાવેજોના પોટલા પરત લેવા માટે લાંચ આપવાના કેસમાં આરોપી નારાયણએ કરેલી જામીન અરજી જસ્ટિસ એ.જે. દેસાઇએ ફગાવી દીધી છે. તે ઉપરાંત આરોપી કૌશિક વાણીની અગોતરા જામીન અરજી પણ ફગાવી દીધી હતી. જોકે અન્ય બે આરોપીઓએ કરેલી રેગ્યુલર જામીન અરજી કોટર્ે ગ્રાા રાખી હતી.
આ કેસની વિગત એવી છેકે, સુરત પોલીસે નારાયણ સાંઇની ધરપકડ પહેલા આસારામ આશ્રમ પર દરોડો પાડી કેટલાક મહત્ત્વના દસ્તાવેજોના પોટલા જપ્ત કર્યા હતા. આ દસ્તાવેજોના પોટલા પરત મેળવી તેને બદલે અન્ય પોટલા મૂકી દેવા માટે ઉદય સાંગાણી સહિત અન્યોએ એક ષડ્યંત્ર રરયું હતું.
આરોપીઓએ ૧૦ કરોડ જેવી માતબર રકમની લાંચ આપી આ દસ્તાવેજોની અદલાબદલી કરવાની ગોઠવણ કરી હતી. આ સમગ્ર ષડ્યંત્રનો ભાંડો ફૂટી જતાં પો.સ.ઇ. કુંભાણી સહિત અન્યોની એસીબીએ ઘટના સ્થળે જ ધરપકડ કરી હતી. ઉદય સાંગાણીએ આ લાંચ આપવા માટે નારાયણને મળીને મંજૂરી મેળવી હતી. ત્યારે પોલીસે નારાયણને પણ આરોપી બનાવ્યો હતો, જેના આધારે કોટર્ કેસ આદરાયો હતો.
આ કેસમાં અન્ય કેટલાક આરોપીઓને જામીન મળ્યા હોવાથી તેને પણ જામીન મળવા જોઇએ તેવી નારાયણએ રજૂઆત કરી હતી. જે દલીલ સામે સરકાર તરફે એડિશનલ એડ્વોકેટ જનરલ પ્રકાશ જાનીએ એવી રજૂઆત કરી હતીકે, આરોપીથી અજાણતા બનેલો આ ગુનો નથી. આરોપીએ જાણી બુઝીને વિચારીને આચરેલો ગંભીર ગુનો છે. તેમણે પૈસાના જોરે સિસ્ટમને પોતાની તરફેણમાં લઇ લેવાનો ગંભીર પ્રયાસ કર્યોછે. જે ગુનો ામ્ય નથી. તેથી આરોપીને જામીન આપી શકાય નહીં.
આ તમામ દલીલો ઘ્યાને જસ્ટિસ એ.જે. દેસાઇએ આરોપીને જામીન અરજી ફગાવી દીધી હતી. બીજી તરફ લાંચકેસમાં હજુ પણ નાસતા ફરતા આરોપી સાધક કૌશિક વાણીએ કરેલી અગોતરા જામીન અરજી પણ હાઇકોટર્ે ફગાવી દીધી હતી. આ ઉપરાંત અન્ય બે આરોપી કેતન પટેલ અને હરિદાદાએ કરેલી રેગ્યુલર જામીન અરજી હાઇકોટર્ે ગ્રાા રાખી હતી.