• Gujarati News
  • અમદાવાદથી ચેન્નઈ જતી AIyWY ફલાઈટ ૧૫ કલાક મોડી ઉપડી

અમદાવાદથી ચેન્નઈ જતી AIyWY ફલાઈટ ૧૫ કલાક મોડી ઉપડી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદથી ચેન્નઈ જતી એરઇન્ડિયાની ફલાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાતા આ ફલાઈટ અમદાવાદ એરપોટર્ પર અટવાઈ ગઈ હતી. જો કે ટેક્નિકલ ખામી દૂર થયા બાદ આ ફલાઈટ તેના નિર્ધારિત સમય કરતા લગભગ ૧૫ કલાક લેટ ચેન્નઈ જવા રવાના થઈ હતી. કુવૈતથી અમદાવાદ આવતી ફલાઈટ એઆઈ ૯૮૨ સોમવારે સવારે અમદાવાદ આવી પહોંચી હતી. આ જ ફલાઈટ સવારે ૭.૩૦ કલાકે અમદાવાદથી હૈદરાબાદ થઈ ચેન્નઈ જવા રવાના થાય છે. સોમવારે સવારે આ ફલાઈટ ચેન્નઈ જવા રવાના થવાની તૈયારીમાં હતી ત્યારે જ તેમાં ટેક્નિકલ ખામી સર્જાતા આ ફલાઈટ અમદાવાદથી ટેકઓફ કરી શકી ન હતી. જેના કારણે આ ફલાઈટનું એન્જિનિયરો દ્વારા તત્કાલ અસરથી મરમ્મત કાર્ય હાથ ધરવામાં આવી હતી.