• Gujarati News
  • અમદાવાદમ્યુનિ. કોર્પો.માં ફરજ બજાવતા સફાઈ કામદારની દર મહિને હાજરી

અમદાવાદમ્યુનિ. કોર્પો.માં ફરજ બજાવતા સફાઈ કામદારની દર મહિને હાજરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમ્યુનિ. કોર્પો.માં ફરજ બજાવતા સફાઈ કામદારની દર મહિને હાજરી ભરવા અને પગાર કપાય નહીં તે માટે બે હજારની લાંચ સ્વીકારતા કાલુપુર વોર્ડના સેનેટરી સબ ઈન્સ્પેકટર અને સીનિયર સફાઈ કામદારને એસીબીએ ઝડપ્યા હતા.
કાલુપુર હેલ્થ વોર્ડનાં સેનેટરી સબ ઈન્સ્પેકટર વસંત વાઘેલા અને સફાઈ કામદાર જયંતીભાઈ ચૌહાણે કામદાર શૈલેન્દ્ર મકવાણા પાસેથી દર મહિને હાજરી ભરવા અને ના આવ્યા હોવા છતાં સેલેરી કપાય નહીં તે માટે રૂ.બે હજારની લાંચ માગી હતી. શૈલેન્દ્ર મકવાણાએ એસીબીમાં અંગે ફરિયાદ કરતાએસીબીએ છટકુ ગોઠવી બંનેને તેમની ઓફિસ ખાતે બે હજારની લાંચ સ્વીકારતા ઝડપ્યા હતા.
~2000ની લાંચ લેનારા સેને. સબ ઈન્સ્પે. પકડાયા