• Gujarati News
  • પશ્ચિમીમધ્યપ્રદેશ તેમજ તને અડીને આવેલા પૂર્વી રાજસ્થાનની ઉપર સમુદ્ર

પશ્ચિમીમધ્યપ્રદેશ તેમજ તને અડીને આવેલા પૂર્વી રાજસ્થાનની ઉપર સમુદ્ર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશ્ચિમીમધ્યપ્રદેશ તેમજ તને અડીને આવેલા પૂર્વી રાજસ્થાનની ઉપર સમુદ્ર લેવલથી 3.1 કિમીની ઊંચાઈએ સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ તેમજ ગુજરાત અને તેને અડીને આવેલા ઉત્તર પૂર્વ અરબ સાગરની ઉપર પણ સમુદ્ર લેવલથી 3.1 કિમી અને 5.8 કિમીની ઊંચાઈએ સાઈકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતથી કેરાલાના સમુદ્ર કાંઠાના વિસ્તારમાં હાલ માેનસૂન સક્રિય છે. જેના પગલે રાજ્યમાં ત્રણ દિવસથી ભારે વરસાદ પડે છે. ત્યારે ગુજરાતની ઉપર ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય હોવાના કારણે આગામી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદ સહિત ગુજરાત, સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.
ત્રણ નવી િસસ્ટમ
}પશ્ચિમી મ.પ્ર. પૂર્વી રાજસ્થાનની ઉપર સાઇક્લોિનક સર્ક્યુલેશન સિસ્ટમ.
} ગુજરાત-ઉત્તર પૂર્વ અરબ સાગરની ઉપર સાઇક્લોિનક સર્ક્યુલેશન િસસ્ટમ.
} દક્ષિણ ગુજરાતથી કેરળના સમુદ્રકાંઠાના િવસ્તારમાં હાલ મોન્સૂન પણ સક્રિય છે.
ત્રણ દિવસ સુધી રાજ્યમાં અતિભારે વરસાદની વકી
ગુજરાત ઉપર ત્રણ-ત્રણ િસસ્ટમ સક્રિય થતાં