• Gujarati News
  • નિફ્ટીસતત 8060નું મહત્વનું ટેકનિકલી ટેકાનું લેવલ જાળવી રહ્યો છે.

નિફ્ટીસતત 8060નું મહત્વનું ટેકનિકલી ટેકાનું લેવલ જાળવી રહ્યો છે.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નિફ્ટીસતત 8060નું મહત્વનું ટેકનિકલી ટેકાનું લેવલ જાળવી રહ્યો છે. બીજી તરફ સેન્સેક્સ 61.51 પોઇન્ટના ઘટાડા સાથે 27000 પોઇન્ટની સપાટી તોડી 29995.87 પોઇન્ટે પહોંચ્યો છે. ત્યારે ત્રીજી તરફ સ્મોલ/મિડકેપ સેગ્મેન્ટમાં સતત સુધારાની ચાલ વચ્ચે સ્મોલકેપ ઇન્ડેક્સ ઇન્ટ્રા-ડે 11131.78 પોઇન્ટ અને મિડકેપ ઇન્ડેક્સ ઇન્ટ્રા-ડે 9964.48 પોઇન્ટની વર્ષની નવી ઊંચી સપાટીએ પહોંચ્યા છે. સામે ફાર્મા, મેટલ અને રિયાલ્ટી સેક્ટરમાં સાધારણ પીછેહઠ રહી છે. તેના કારણે એવું પણ ના કહી શકાય કે શેરબજાર કરેકશન મોડમાં છે કે કોન્સોલિડેશન ઝોનમાં છે. અવઢવમાં અટવાયેલા ટ્રેડર્સ નવા બનાવોની રાહ જોઇ રહ્યા છે. દિવસ દરિમયાન સેન્સેક્સ 246 પોઇન્ટની વધઘટ વચ્ચે અથડાયા સતત ત્રીજા દિવસે પણ ઘટીને બંધ રહ્યો છે.નિફ્ટી પણ 8.40 પોઇન્ટના સાધારણ ઘટાડા સાથે 8085.70 પોઇન્ટ બંધ રહ્યો હતો. સતત ચાર માસથી ઓટો સેલ્સમાં સુધારાના અહેવાલો પાછળ ઓટો એન્સીલરી શેર્સમાં રોકાણકારોનું ભારે આકર્ષણ રહ્યું છે. તેજ રીતે ખાતરની ખેંચ અને સારા ચોમાસાના પગલે માગમાં વધારો થતાં ફર્ટિલાઇઝર્સ શેર્સ પણ 20 ટકા સુધી ઝળક્યા હતા.

કુલ 3087 સ્ક્રીપ્સમાં સોદા પડ્યા હતા. તેમાંથી 1949 સ્ક્રીપ્સ સુધરીને અને 1030 સ્ક્રીપ્સ ઘટીને બંધ રહી હતી. સેન્સેક્સ બેઝ્ડ 20 પૈકી 16 સ્ક્રીપ્સ ઘટીને રહી હતી. જોકે મિડકેપ ઇન્ડેક્સ બેઝ્ડ 163 સ્ક્રીપ્સમાં સુધારા સામે 74 સ્ક્રીપ્સમાં ઘટાડો જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ બેઝ્ડ મોટાભાગની સ્ક્રીપ્સમાં સુધારાની ચાલ જોવા મળી હતી.

સન ફાર્માની હાલોલ ફેક્ટરીમાં એફડીએની તપાસ

સનફાર્માનીહાલોલ ફેક્ટરીમાં યુએસએફડીએના સરપ્રાઇસ ચેકિંગના અહેવાલો પાછળ શેરબજારમાં શેરના ભાવમાં ઇન્ટ્રા-ડે 6 ટકા સુધી ગાબડું પડી ગયું હતું. અગાઉ મે માસમાં પણ યુએસએફડીએ દ્વારા તેના કરખડી પ્લાન્ટ માટે વોર્નિંગ લેટર ઇશ્યૂ કરાયો હતો. જેના અનુસંધાનમાં સન ફાર્માનો ભાવ 4.29 ટકા સુધી ઘટીને છેલ્લે રૂ. 822.80 બંધ રહ્યો હતો.

બીડ|ટોરન્ટ જીએમઆરનો પ્લાન્ટ ખરીદવાની હોડમાં!

એમકો પ્લાન્ટની આશરે રૂ. 4000 કરોડની વેલ્યૂ

બજારમાંએવીગૂસપૂસ ચાલી રહી છે કે, ટોરન્ટ પાવરે જીએમઆરનો એમકો પાવર પ્લાન્ટ ખરીદવાની હોડમાં ઝંપલાવ્યું છે. કંપનીએ પ્લાન્ટ અંગે પ્રારંભિક ઇન્સ્પેકશન રિપોર્ટ પણ તૈયાર કરાવ્યો હોવાનું બજારમાં ચર્ચાય છે. સામે જીએમઆર ગ્રૂપ પણ રૂ. 4000 કરોડના દેવામાંથી મુકિત માટે પ્લાન્ટ વેચવાની િવ