• Gujarati News
  • નિફ્ટી 8600 ક્રોસ: સેન્સેક્સ સર્વોચ્ચ સપાટીએ

નિફ્ટી 8600 ક્રોસ: સેન્સેક્સ સર્વોચ્ચ સપાટીએ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોઝિટિવફેક્ટર્સ વચ્ચે સેન્સેક્સ, િનફટી, ઓટો, બેન્કેક્સ આઇટી ઇન્ડેક્સે નવી ટોચ દર્શાવી છે.

નિફ્ટી ઇન્ટ્રા-ડે 8600 પોઇન્ટનો માઇલસ્ટોન વટાવી 8617 પોઇન્ટ થઇ ગયા બાદ છેલ્લે 94.05 પોઇન્ટના સુધારા સાથે 8588.25 પોઇન્ટની નવી ઊંચી ટોચે િબરાજ્યો હતો. તેની સાથે સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 28822.37 પોઇન્ટ થઇ છેલ્લે 255.08 પોઇન્ટ ઉછળી 28693.99 પોઇન્ટની ઐતિહાસિક ટોચે બંધ રહ્યો હતો. આજની ખૂબી જોવા મળી હતી કે, માર્કેટ સેિન્ટમેન્ટ સર્વત્ર તેજી-તેજીથી ગૂંજી રહ્યું હતું. ત્યારે માર્કેટબ્રેડ્થ નકારાત્મક જોવા મળી હતી. કુલ ટ્રેડેડ 3121 સ્ક્રીપ્સ પૈકી 1548 સ્ક્રીપ્સ ઘટી હતી તેની સામે 1481 સ્ક્રીપ્સમાં સુધારો નોંધાયો હતો. ક્રૂડના તૂટતા ભાવોના કારણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓની નફાકારકતા વધવાની ધારણાએ એચપીસીએલ 8.93 ટકા, આઇઓસી 4.42 ટકા, બીપીસીએલ 3.58 ટકા સુધર્યા હતા. રિલાયન્સ ઇન્ટ્રા-ડે રૂ. 1000ની સપાટી ક્રોસ કરી ગયો હતો. કેયર્ન 4.35 ટકા તૂટ્યો હતો.

તેજી-તેજી!|ડિસે. સુધીમાં િનફ્ટી 8700 થઇ શકે

બેન્કટેકનિકલીિનફ્ટીએ 8550 પોઇન્ટનું બેરિયર કૂદાવવા સાથે નજીકના તમામ પ્રતિકારક લેવલ અણધારી ઝડપે ક્રોસ કર્યા છે. તે જોતાં ટેકનિકલી િનફ્ટી હવે ડિસેમ્બર અંત સુધીમાં 8700 પોઇન્ટનું લેવલ ક્રોસ કરે તેવી શક્યતા છે. શુક્રવારે જાહેર થયેલા જીડીપીના ડેટા આગલાં વર્ષની સરખામણીમાં નબળા રહ્યા હોવાથી સોમવારે બજાર તેને કેવો રિસપોન્સ આપે છે તે જોવાનું રહેશે તેવું નિષ્ણાતો જણાવે છે.

ઇન્ટરનેશનલ માર્કેટમાંક્રૂડની ઘટતી કિંમતો, ઇક્વિટીમાં એફઆઇઆઇની ધૂમ ખરીદી છતાં ભારતીય ચલણ અમેરીકન ડોલર સામે આઠ માસના તળીયે બેસી જતાં ફોરેક્સ િનષ્ણાતોમાં આશ્ચર્ય ફેલાયું છે. ડોલર આજે ઇન્ટ્રા-ડે 62.07 થઇ છેલ્લે 17 પૈસા ઉછળી રૂ. 62.03ની સપાટીએ બંધ રહ્યો હતો. જે આઠ માસની નીચી સપાટી દર્શાવે છે.

રૂપિયો તૂટી 62 નીચે, 8 માસના તળીયે

સોમવારથી આરબીઆઇવ્યાજના દરોમાં ઘટાડો કરશે અને સરકાર પીએસયુ બેન્ક્સમાંથી હિસ્સો ઘટાડશે તેવા અહેવાલો પાછળ બેન્ક શેર્સમાં આજે તેજીનું વાવાઝોડું ફુંકાયું હતું. બેન્કેક્સ ઇન્ટ્રા-ડે 21311.89 પોઇન્ટની ઐતિહાસિક ટોચે પહોંચ્યા બાદ છેલ્લે 591.38 પોઇન્ટ ઉછળી 21212.07 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ બેઝ્ડ પીએનબી 7.92 ટકા, કેનરા બેન્ક 7.67 ટકા, બીઓબી 7.23 ટકા, બીઓઆઇ 5.44 ટકા, સ્ટેટ બેન્ક 5.10 ટકા ઉછળ્યા હતા. ખાનગી બેન્કોમાં પણ સાધારણ સુધાર