• Gujarati News
  • વેજલપુરમાંઆવેલી લક્ષ્મી જ્વેલર્સમાંથી 18 લાખની લૂંટ કરનાર દિલ્હીની પ્રોફેશનલ

વેજલપુરમાંઆવેલી લક્ષ્મી જ્વેલર્સમાંથી 18 લાખની લૂંટ કરનાર દિલ્હીની પ્રોફેશનલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વેજલપુરમાંઆવેલી લક્ષ્મી જ્વેલર્સમાંથી 18 લાખની લૂંટ કરનાર દિલ્હીની પ્રોફેશનલ ગેંગના બે સાગરીતોને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા હતા. પીરાણા ટોલનાકા ચાર રસ્તા પાસે ક્રાઈમ બ્રાંચ વાહનચેકિંગમાં હતી તે દરમિયાન શંકાસ્પદ બાઈક નંબર એકલવ્ય-એપથી તપાસ કરાતા તે અન્ય કોઈ વેગનઆર કારનો હોવાનો નીકળતાં બંનેની ધરપકડ કરી હતી. પૂછપરછમાં તેમણે વેજલપુરમાં લૂંટ કરી હોવાની વિગતો ખૂલી હતી. લૂંટમાં વપરાયેલ પિસ્તોલ અને બે કારતૂસ પોલીસે જપ્ત કરી છે.

ક્રાઈમ બ્રાંચના એસીપી એમ.ડી.ચૌધરીએ કહ્યું કે, પી.આઈ.એસ.આર.ટંડેલ, જે.એસ.ગેડમ અને પીએસઆઈ પી.બી.દેસાઈની ટીમ ગઈકાલે પીરાણા ટોલનાકા ખાતે પેટ્રોલિંગમાં હતી ત્યારે ખોટી નંબરપ્લેટ લખી બાઈક પર ફરનારા યુસુફ યામીનખાન ઝોઝે અને સલમાન ઉર્ફે સલ્લુ યામીન ઝોઝેની ધરપકડ કરી હતી. પૂછપરછમાં બંને તેમના અન્ય સાગરીતો નાસીર, પપ્પુ મલિક તથા યુસુફના નાનો ભાઈ યુનુસે ભેગા મળી વેજલપુરની લક્ષ્મી જ્વેલર્સમાં 20 મે ના રોજ 18 લાખની લૂંટ કરી હોવાની કબૂલાત આપી હતી.

વેજલપુરમાં ~18 લાખની લૂંટમાં દિલ્હીના બે પકડાયા

લક્ષ્મી જ્વેલર્સમાં લૂંટ માટે સફારીમાં આવ્યા હતા