• Gujarati News
  • પ્રવેશ પ્રક્રિયામાં વ્યસ્ત છું

પ્રવેશ પ્રક્રિયામાં વ્યસ્ત છું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલમાંશહેરમાં ચોમાસાની સિઝનમાં વિવિધ રોગો થવાનો ખતરો રહેલો છે ત્યારે ડોકટરો સફાઇ અંગે વિશેષ તકેદારી રાખવાનું જણાવી રહ્યાં છે. જાણીને આંચકો લાગશે કે, બી.જે. મેડિકલ કોલેજની જે કેન્ટીનમાં ભાવિ ડોકટરો જમે છે ત્યાં સફાઇ અંગેનાં ધારાધોરણોનું સરેઆમ ઉલ્લંઘન થાય છે. એટલું નહિ‌, કોલેજતંત્રને કેન્ટીનનો કોન્ટ્રાકટ કોને અપાયો છે તેમજ તેની પાસે હેલ્થ લાઈસન્સ છે કે નહિ‌ તેની જાણ સુધ્ધાય નથી.

બી.જે. મેડિકલ કોલેજમાં તૈયાર થતાં ભાવિ ડોકટરોને કોલેજની કેન્ટીનમાં જે ફૂડ પિરસવામાં આવે છે, તેમાં કેન્ટીન માટે સાફસફાઇનાં ધારાધોરણોનું પાલન થાય છે કે નહિ‌, તે અંગે તપાસ કરતાં જાણવા મળ્યું કે, કોલેજની કેન્ટીનમાં દરરોજ એક હજારથી વધુ મેડિકલ સ્ટુડન્ટ જમે છે તે કેન્ટીનનાં કોન્ટ્રાકટરે કેન્ટીનમાં કયાંય હેલ્થ લાઈસન્સ લગાવેલું નથી, જેથી તેની પાસે હેલ્થ લાઈસન્સ છે કે નહિ‌ તે જાણી શકાતું નથી. નિયમાનુસાર કોન્ટ્રાકટ હેલ્થ લાઈસન્સ લોકોને દેખાય તેવી રીતે લગાવવું જોઇએ. એટલું નહિ‌, અંગે કોલેજનાં ડિન અને વહીવટી અધિકારીને પાસે પણ કોઇ માહિ‌તી નથી.

ર્કોપોરેશનનાં હેલ્થ ઓફિસર ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, કેન્ટીનમાં ધારાધોરણ મુજબ સાફ સફાઇ-સ્વચ્છતાનો અભાવ હોય ત્યાં અમે જાતે તપાસ કરીશું, અને ધારાધોરણ મુજબ સ્વચ્છતા નહિ‌ હોય તો કોન્ટ્રાકટરને નોટિસ આપીશું.

હોસ્ટેલમાં સગવડો મુદ્દે દેખાવો

અમદાવાદ|ગુજરાતયુનિ. બોયઝ હોસ્ટેલમાં છત પરથી ટપકતું પાણી, હોસ્ટેલ મેસના બિલમાં કરાયેલા વધારાની સામે ગુણવત્તા વગરના પીરસાતા ખોરાક,હોસ્ટેલના રસ્તાઓ બિસમાર છે, મચ્છરોનો ત્રાસ હોવા સહિતના પ્રશ્ને ગુરુવારે બપોરે એનએસયુઆઈના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજ્યો હતો. ગુજરાત યુનિ કેમ્પસમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ બાબતે સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી નાંખ્યુ હતું અને કુલપતિને રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અનેક વાર રજૂઆતો કરવા છતાં પણ હોસ્ટેલના પડતર પ્રશ્નોનો ઉકેલ લવાયો નથી.

અહીં ચોતરફ ગંદકીનું રાજ છે

બી.જે. મેડિકલની કેન્ટીનમાં ફેલાયેલી ગંદકીથી સહુ ત્રાહિમામ્ થયાં છે.

બી.જે. મેડિકલની કેન્ટીનમાં રીતસરનો ફેલાયેલો ગંદવાડો

ઉપેક્ષા |ભાવિ ડોક્ટરો જમે છે ત્યાંજ સ્વચ્છતાનો અભાવ