• Gujarati News
  • રક્તચંદન કેસ: ચુકાદો અનામત

રક્તચંદન કેસ: ચુકાદો અનામત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રક્તચંદન કેસ: ચુકાદો અનામત

અમદાવાદ|રાજસ્થાનના ઉદેપુરથી ગુજરાતમાં લવાતા રક્તચંદનની હેરાફેરી કરનારા આરોપી હનુમાનસિંહ લેખાવતે કાયમી જામીન માટે અરજી કરી હતી. અરજીમાં રજૂઆત કરી હતી કે, હનુમાનસિંહ લેખાવતે માત્ર રાજસ્થાનથી કન્ટેનર મોકલી આપ્યું હતું. પક્ષકારોની રજૂઆતના અંતે સિટી સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ એસ.જે.રાજેએ ચુકાદો અનામત રાખ્યો છે.

ચાવડાનેજામીનનો આજે ચુકાદો

અમદાવાદ|અમદાવાદ જિલ્લાના રસુલપુરાના બે ખેડૂતો પાસેથી ~88 લાખની લાંચ લેવાના કેસમાં ધરપકડ કરાયેલા ડેપ્યુટી કલેકટર ઘનશ્યામ ચાવડાએ કાયમી જામીન મેળવવા કરેલી અરજી અંગે ગ્રામ્ય કોર્ટના એડિશનલ સેશન્સ જજ પી.એમ.પટેલ શુક્રવારે પોતાનો ચુકાદો જારી કરશે.

સૈયદ કિરમાણીને કાયમી જામીન

અમદાવાદ|ગોધરા કાંડ પછીનાં તોફાનોનો બદલો લેવા ઘડાયેલા જેહાદી ષડયંત્રમાં 11 વર્ષ બાદ ધરપકડ કરાયેલા હૈદરાબાદના સૈયદ કિરમાણીએ કાયમી જામીન મેળવવા અરજી કરતા સ્પે. પોટા જજ ગીતા ગોપીએ આરાેપી સામેના પુરાવા માની શકાય તેમ નથી તેવી નોંધ મૂકી િકરમાણીને જામીન પર મુક્ત કરવા આદેશ કર્યા છે.

સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેક્ટ શરૂ

શાહીબાગ પોલીસમથક ખાતે સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેક્ટનું ઉદ્દઘાટન કરાયું હતું, જેમાં શહેરની 40 સ્કૂલોના 1 શિક્ષક અને 1 પોલીસકર્મીને ટ્રેનિંગ અપાઈ હતી.

ન્યૂઝ ઇન બોક્સ