• Gujarati News
  • ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ

ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ

અમદાવાદરેલવે સ્ટેશન પર પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી હજુ સુધી ફુલ બોડી સ્કેનર મશીન કેમ મૂકવામાં આવ્યા નથી તેવો સવાલ સ્ટેશનની મુલાકાતે આવેલા અમદાવાદ પૂર્વના સંસદ સભ્ય અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલે ઉઠાવ્યો હતો. સ્ટેશનની મુલાકાત વખતે રેલવે અધિકારીઓ સાથે ચર્ચા દરમિયાન ત્યાં ઉપસ્થિત જીઆરપીના પોલીસ ઇન્સ્પેક્ટરે પણ મુદ્દે અગાઉ રજૂઆત કરી સ્ટેશન પર 12 સ્કેનર મૂકવાની માગણી કરી હોવાનું જણાવી તત્કાલ ધોરણે 8 સ્કેનર મશીનની જરૂર હોવાનું જણાવ્યું હતું. પ્રસંગે તેમણે ડીઆરએમ સાથે પણ મુલાકાત લઈ વિવિધ મુદ્દા પર ચર્ચા કરી હતી.જોકે પ્રસંગે તેમની સુરક્ષા વ્યવસ્થામાં સાથે રહેલા જીઆરપીના પોલીસ ઇન્સ્પેક્ટર પી. પી. પિરોજિયાએ તરત જણાવ્યું હતું કે, તેમના તરફથી રેલવે અધિકારીઓને અમદાવાદ સ્ટેશનની સુરક્ષા મુદ્દે પત્ર લખવામાં આવ્યો છે જેમાં સ્ટેશનની સુરક્ષા માટે 12 જેટલા સ્કેનર મશીનની જરૂર હોવાનું જણાવ્યું છે. જોકે હાલ અમને 8 સ્કેનર મશીન પણ મળી રહે તો અમે 6 મશીન પ્લેટફોર્મ નં 1 પર તેમજ 2 મશીન પ્લેટફોર્મ નંબર 12 પર લગાવી ત્યાં આરપીએફ અને જીઆરપીના જવાનોને તબક્કાવાર ડ્યૂટી સોંપી શકાય છે.

સાંસદ પરેશરાવલે કાળુપુર સ્ટે.ની મુલાકાત લીધી

સુરક્ષા અનેસુવિધા અંગે માિહતી માગી

સાંસદ પરેશ રાવલે રેલવે સ્ટેશનની મુલાકાત લઈ મુસાફરોની યાત્રા સુરક્ષિત બનાવવા, સ્ટેશન પર તેમ ટ્રેનમાં સફાઈ વધારવા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા જેવી બાબતો અંગે પ્રપોઝલ માગી છે. હાલ સ્ટેશન પર ઇન્ટિગ્રેટેડ સિક્યોરિટી સિસ્ટમના ભાગરૂપે હજુ બોડી સ્કેનર મશીન નથી. > આલોકિતવારી, ડીઆરએમ,અમ. િડવિઝન

‘અમદાવાદ રેલવે સ્ટેશન પર હજુ સ્કેનર મશીન મુકાયું નથી’