• Gujarati News
  • કાર્યક્રમ બોર્ડની વેબસાઈટ પર આજે મુકાશે

કાર્યક્રમ બોર્ડની વેબસાઈટ પર આજે મુકાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.11 અને 12 સાયન્સના સેમેસ્ટર-1 અને 3ની પરીક્ષા 13મી ઓક્ટોબરથી શરૂ થશે. પરીક્ષાનો કાર્યક્રમ શુક્રવારે બોર્ડની વેબસાઇટ પર મૂકાશે. પરીક્ષામાં અંદાજે 2.5 લાખ િવદ્યાર્થીઓ બેસશે.

પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12મી સપ્ટેમ્બર છે. શાળાઓએ 18મી સુધીમાં તમામ ફી ભરવાની રહેશે. તમામ વિષયની પરીક્ષાની ફી રૂપિયા 270 છે,જે ઓનલાઇન ભરવાની રહેશે.

પરીક્ષા 19મી ઓક્ટો.ના રોજ પૂરી થશે. રોજ એક પરીક્ષા લેવામાં આવશે. બોર્ડની વેબાસાઇટ પર વિગતવાર કાર્યક્રમ મૂકવામાં આવશે. બીજીતરફ સાયન્સની પરીક્ષામાં જિલ્લાની જે શાળાઓમાં સીસીટીવી કેમેરા નથી તેવી તમામ શાળાઓમાં ટેબલેટ મૂકાશે. ડીઇઓ દ્વારા તમામ શાળોની ચકાસણી કરવામાં આવી છે અને શાળાઓને અંગે સૂચનાઓ પણ આપવામાં આવી છે. શહેરમાં કેન્દ્ર ધરાવતી તમામ સાયન્સ શાળાઓમાં સીસીટીવી કેમેરા હોવાથી માત્ર તપાસ હાથ ધરવામાં આવી છે.

OMRશીટની ફી સ્કૂલમાં જમા કરાવાશે

ધો.10અને12 પરીક્ષાનાં પરિણામ પછી ગુણ ચકાસણી અવલોકન ઓએમઆર શીટ મેળવવા માટેની અરજી હવેથી સ્કૂલ મારફત જમા કરાવાશે. અત્યાર સુધી બેંકમાં ફી ભરવામાં આવતી હતી. જેના કારણે વિદ્યાર્થીઓને ભરવી પડતી ફીના પ્રમાણમાં બેન્કને વધુ પડતું કમિશન ચૂકવવુ પડે છે.

ધો.11 અને 12 સાયન્સની પરીક્ષા 13 ઓક્ટોબરથી

સેમ-1 અને 3માં અંદાજે 2.5 લાખ િવદ્યાર્થી