• Gujarati News
  • પ્રશાંત દયાળ . અમદાવાદ

પ્રશાંત દયાળ . અમદાવાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રશાંત દયાળ . અમદાવાદ
આ પ્રકારની મદદ માગતા કોલ ગયા વર્ષે ફાયર બ્રિગેડને ૨૨૭ મળ્યા હતા, જેમાંથી ૧૫૭ લોકોની લાશ કાઢવાની કામગીરી ફાયર બ્રિગેડ કરી હતી. પરંતુ સાબરમતી નદીમાં છેલ્લાં ત્રીસ વર્ષથી માછીમારી કરનાર પ્રહ્લાદસિંહ સોલંકી લાશ્કરો જેવા વાદળી કપડાં પહેરતો નથી અને તેથી પાસે લાઈફ જેકેટ પણ નથી, આમ છતાં પોતાના સામાન્ય તરાપાથી તેણે હમણાં સુધી સો કરતાં વધુ લોકોના જીવ બચાવ્યા છે. જેની શહેરના બહુ ઓછા લોકોને ખબર છે.
પ્રહ્લાદસિંહના પિતા અમદાવાદ સર્કિટ હાઉસમાં રસોઈયા તરીકે ફરજ બજાવતા, પ્રહ્લાદસિંહ બહુ નાના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું અને આર્થિક સમસ્યા ઊભી થઈ તેના કારણે હવે શું કરવું તેવી સમસ્યા હતી, નજીકમાં નદી હોવાને કારણે ૧૭ વર્ષની ઉંમરે નદીમાં માછલીઓ પકડી પેટ ભરવાની શરૂઆત કરી હતી. રાત દિવસ જાળ પાથરી હાથે બનાવેલા હોમમેઈડ તરાપા ઉપર જિંદગીની શરૂઆત થઈ, જેના કારણે પાણીનો ડર જ જતો રાો. આજે તેમની ઉંમર ૫૧ વર્ષની છે.
તરાપા ઉપર હોય ત્યારે અચાનક પાણીમાં મોટો અવાજ સંભળાય અને અવાજની દિશામાં નજર પડતા મરવા માટે નદીમાં કૂદેલી વ્યકિતની આખરી ઈરછાતો પાણીમાંથી બહાર નીકળવાની જ હોય છે, તેવું પ્રહ્લાદસિંહ કહે છે. તરાપાની મદદથી જેટલું જલદી ડૂબતી વ્યકિત સુધી પહોંચી શકાય તેવા પ્રયત્ન કરવાનો અને તેને બહાર કાઢવાનો આનંદ જ કંઈક ઓર હોય છે. સાબરમતી નદી પરના કોઈ પણ પુલમાંથી આત્મહત્યા કરવાના ઈરાદે કોઈ પડે અને ફાયર બ્રિગેડને જાણ કરો તો લાશ્કરોને આવતા સુધી ઓછામાં ઓછી દસ મિનિટ લાગે, ત્યાં સુધી કૂદી પડેલ વ્યકિતનું જીવીત નીકળવું લગભગ મુશ્કેલ જ હોય છે.
નદીનો પટ ખૂબ જ લાંબો છે, પરંતુ સુભાષબ્રિજથી સાબરમતી રેલવે બ્રિજ વરચે કૂદી પડનારા અને વાર-તહેવારે નદીમાં અકસ્માતે પડી જનાર એક સો કરતા વધુ લોકોને પ્રહ્લાદસિંહે બચાવ્યા છે. આ વાતનું સમર્થન આપતા સાબરમતી ફાયર સ્ટેશનના ઈન્ચાર્જ વિક્રમસિંહ રાઠોડ કહે છે નેપાળી યુવતી સાથે પ્રેમ થયો અને તેની સાથે લગ્ન કરનાર પ્રહ્લાદની પત્નીને પણ તેનો પતિ લોકોનો જીવ બચાવે છે તે વાત ગમે છે. પ્રહ્લાદસિંહ કહે છે કે
સાબરમતી નદીમાં માછીમારી કરનારા પ્રહ્લાદસિંહે અત્યાર સુધીમાં ૧૦૦ કરતાં વધુ લોકોના જીવ બચાવ્યા છે. તસવીર : ભાસ્કર
ડૂબતી વ્યકિત સુધી પહોંચી તેને બહાર કાઢવાનો આનંદ જ કંઈક ઓર છે : પ્રહ્લાદસિંહ
સાબરમતીમાં સો કરતાં વધુને બચાવનાર લાઈફ ગાર્ડ