• Gujarati News
  • સિટી રિપોટર્ર : અમદાવાદ

સિટી રિપોટર્ર : અમદાવાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોટર્ર : અમદાવાદ
નવલકથા એ તેમની છઠ્ઠી નવલકથા છે. ટાગોર ઈતિહાસકાર કે સંશોધનકાર નથી, તે તો અતીતની પાર પણ જોઈ શકે છે અને અનાગતની પાર પણ જોઈ શકે છે. ગોરા એ રીતે વિશિષ્ટ છે કે તે તેમની કલ્પનાનું સર્જન નથી પણ સમગ્ર રાષ્ટ્રની ભૂમિકા પર રચાયેલી છે. આજે હિન્દુસ્તાન તેની ઓળખ ગુમાવી ચૂકયું છે ત્યારે આ નવલકથામાં હિન્દુ-બ્રહ્મ સમાજ વરચેના સંઘર્ષની વાત લઈને ટાગોરનું ભારતદર્શન પ્રગટ થાય છે. ગોરા એ ૨૩ વર્ષનો કોલકાતા યુનિ.નો ગ્રેજયુએટ છે જે હિન્દુધર્મનો ઊડો અભ્યાસી છે.જયારે બ્રહ્મ સમાજનો વિનય મઘ્યમ વર્ગનો છે. બંને વરચે વાદ વિવાદ ચાલ્યા જ કરે છે.’ આ શબ્દો છે નિરંજન ભગતના. વિશ્વકોષમાં તેમણે ટાગોરની નવલકથા ગોરા ઉપર વકતવ્ય આપ્યું.
નિરંજન ભગતે કાું કે, ગોરા ૨૫ વર્ષનો હતો ત્યાં સુધી હિન્દુ હોવાનો ગર્વ અનુભવતો હતો પણ અંતમાં તેને ખબર પડે છે કે તે તો ૧૮૫૭ના વિપ્લવમાં હિન્દુના ઘરે મૃત્યુથી બચવા સંતાઈ રહેલી ખિ્રસ્તી માતાનું સંતાન છે ત્યારે તે અનુભવે છે કે તે નથી હિન્દુ કે નથી ખિ્રસ્તી, તે તો કેવળ ભારતીય છે ત્યાર બાદ તેની ખરી જીવનયાત્રાનો પ્રારંભ થાય છે. પછી તો ગોરા તેની પ્રેમિકા સુચરિતાને કહે છે કે હું તારો ગુરુ નથી તું મને તારા ગુરુ પાસે લઈ જા અને તેનો હાથ પકડે છે તે રીતે ટાગોરે તે બંનેના લગ્ન કરાવ્યાં છે. આમ ભારત વર્ષ શું છે? ભારતીયતા શું છે? સાચો ભારતીય કોણ? તે વાત ગોરાના માઘ્યમથી ટાગોરે સુંદર રીતે પ્રગટ કરી છે.
ભારત માત્ર હિન્દુઓનું નહીં પણ સૌનું છે
ટાગોરે ૧૮૮૩માં નવલકથા લખવાની શરૂઆત કરી. ગોરા તેમની છઠ્ઠી નવલકથા છે. તે ટાગોરની કલ્પનાનું સર્જન નથી પણ હિન્દુ-બ્રહ્મ સમાજના સંઘર્ષની વાતને રજૂ કરીને ભારત માત્ર હિન્દુઓનું નહીં પણ સૌનું છે તે વાત સમજાવવાનો પ્રયાસ કર્યોછે. તેમાં બંને સમાજના પાત્રો છે. જો કે ટાગોરે નવલકથામાં પ ાાપ ાીથી દૂર રહીને તટસ્થ ભાવે ગુણદોષનો ઉલ્લેખ કર્યોછે. - નિરંજન ભગત , સાહિત્યકાર
ભારતીયતા શું છે? તે માં જોવા મળે છે
વિશ્વકોષમાં ટાગોરની નવલકથા પર કવિ નિરંજન ભગતે વકતવ્ય આપ્યું, જેમાં રવીન્દ્રનાથના ભારતદર્શન અંગે છણાવટ કરી
્રર્ેઞ્ણ્ર્ર