• Gujarati News
  • હેન્ડિકેપના આધારે ગોલ્ફ ટૂર્ના.માં ખેલાડીની પસંદગી

હેન્ડિકેપના આધારે ગોલ્ફ ટૂર્ના.માં ખેલાડીની પસંદગી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેન્ડિકેપના આધારે ગોલ્ફ ટૂર્ના.માં ખેલાડીની પસંદગી
અમદાવાદઆગામી ૨૮મી ઓગસ્ટથી કલ્હાર બ્લુ એન્ડ ગ્રીન ગોલ્ફ કોર્સ ખાતે અમદાવાદ એલિટ ગોલ્ફર્સ એસોસિયેશન (ટીએઇજી) ગોલ્ફ કપ ૨૦૧૪ ટૂર્નામેન્ટ રમાશે. જેમાં હેન્ડિકેપ્સના આધારે ખેલાડીઓની હરાજી કરવામાં આવશે. ટીએઇજી ગોલ્ફ કપ ૫૫ દિવસ રમાશે. જેમાં ૧૬૦ સ્પર્ધકો ભાગ લઇ રાા છે. આ ટૂર્નામેન્ટમાં ચાર મહિલાઓ તથા આઠ જુનિયર ખેલાડીઓનો સમાવેશ થાય છે. ટીએઇજી ગોલ્ફ કપ ૨૦૧૪ની ટૂર્નામેન્ટ માટે ખેલાડીઓને ચાર ટીમમાં વહેંચવામાં આવ્યા છે. ટૂર્નામેન્ટના ચાર રાઉન્ડના પ્લે-ઓફ ફોર્મેટમાં તમામ ટીમો એકબીજા સાથે ટકરાશે. ગોલ્ફ ટૂર્નામેન્ટમાં ટીમ કલેરિસ, ટીમ પીસીએસ, ટીમ એડવાન્સ્ડ હેર સ્ટુડિયો અને ટીમ ટેઇલર પોઇન્ટ ભાગ લઇ રહી છે.