• Gujarati News
  • ટેસ્ટમાં રકાસ, ટ્વેન્ટી૨૦માં જકાસ

ટેસ્ટમાં રકાસ, ટ્વેન્ટી૨૦માં જકાસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર એનાલિસિસ
ભારતીય ક્રિકેટ ટીમ પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ એક ઇનિંગ્સ અને ૨૪૪ રનથી હારી જતા ઇંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ શ્રેણી બચાવવાનું સપનું તો રોળાઇ ગયું હતું. આ સાથે ભારતના કંગાળ દેખાવમાં વધુ એક પ્રકરણનો ઉમેરો થયો હતો. ભારતીય ટીમના બેટ્સમેન જાણે વ્હાઇટ ડ્રેસમાં ટી૨૦ મેચ રમી રાા હોય તેમ લાગતું હતું. ભારતીય ટીમે એક અજબ રેકોર્ડ નોંધાવ્યો હતો. ભારતની છેલ્લી પાંચ ટેસ્ટ ઇનિંગ્સનું ટોટલ ભારતની છેલ્લી પાંચ ટી૨૦ ઇનિંગ્સના ટોટલ કરતાં પણ ઓછું છે. ઈગ્લેન્ડના ભૂતપૂર્વ સુકાની માઈકલ વોને તો ભારતીય ટીમના ખરાબ દેખાવ માટે આઈપીએલ જવાબદાર હોવાનું પણ કાું છે.
ભારતનો છેલ્લી પાંચ ટી૨૦ ઇનિંગ્સનો કુલ સ્કોર ૭૩૬ રન છે જયારે ભારતની છેલ્લી પાંચ ટેસ્ટ ઇનિંગ્સનો કુલ સ્કોર ૭૩૩ રન છે. આમ ટી૨૦ અને ટેસ્ટ મેચની ઇનિંગ્સની સરખામણી કરતાં ટી૨૦માં ભારતે ટેસ્ટ કરતાં ત્રણ રન વધારે નોંધાવ્યા છે. ત્રણ રનનો તફાવત નજીવો કહી શકાય પરંતુ તે પાંચ દિવસની ટેસ્ટ મેચની અનલિમિટેડ ઓવર તથા ફકત ૨૦ ઓવરની મેચની સરખામણીએ ઘણો મોટો કહેવાય. પાંચેય ટેસ્ટ ઇનિંગ્સમાં ભારત ઓલઆઉટ થયું હતું.
ભારતે આ વર્ષે અગાઉ બાંગ્લાદેશ ખાતે રમાયેલા ટી૨૦ વલ્ર્ડ કપમાં રનર્સ અપ બન્યું હતું. તે ટૂર્નામેન્ટમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે ૧૩૦ રન, બાંગ્લાદેશ સામે ૧૪૧ રન, ઓસ્ટ્રેલિયા સામે ૧૫૯ રન, સાઉથ આફ્રિકા સામે ૧૭૬ રન તથા ફાઇનલમાં શ્રીલંકા સામે ૧૩૦ રન નોંધાવ્યા હતા જયારે ઇંગ્લેન્ડ સામે તાજેતરમાં જ પૂરી થયેલી ટેસ્ટ મેચની ત્રીજી ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં ૧૭૮, ચોથી ટેસ્ટની પહેલી અને બીજી ઇનિંગ્સમાં અનુક્રમે ૧૫૨ તથા ૧૬૧ રન અને ઓવલ ખાતેની પાંચમી ટેસ્ટ મેચની પ્રથમ અને બીજી ઇનિંગ્સમાં અનુક્રમે ૧૪૮ તથા ૯૪ રન નોંધાવ્યા હતા.
ભારત તેની છેલ્લી પાંચ ટી૨૦ ઇનિંગ્સમાંથી ત્રણ ઇનિંગ્સમાં બીજા દાવમાં લ યાંક હાંસલ કર્યોહતો. જેમાં વેસ્ટ ઇન્ડીઝ, બાંગ્લાદેશ સામેની લીગ મેચ તથા સાઉથ આફ્રિકા સામેની સેમિફાઇનલ મેચનો સમાવેશ થાય છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની મેચમાં ભારત બે બોલ બાકી રહેતા લ યાંક હાંસલ કર્યોહતો જયારે બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા સામે નવ તથા પાંચ બોલ બાકી રહેતા ભારતે મેચ જીતી લીધી હતી. તેથી ત્રણ મેચમાં ભારતે ૧૬ બોલ ઓછા રમ્યા હતા. જો ભારત ૧૬ બોલ રમ્યું હોત તો તે ટેસ્ટ ઇનિંગ્સની સરખામણીમાં ટી૨૦માં હજી પણ વધારે રન નોંધાવવાની સંભાવના વધી ગઇ હોત. હાલમાં ઇંગ્લેન્ડ સામે ટ