• Gujarati News
  • ત્રણ ચાર દિવસમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના

ત્રણ-ચાર દિવસમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ સહિત રાજયમાં હાલ શરૂ થયેલા પિશ્ચમી પવનોની અસર હેઠળ આગામી ૩- ૪ દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વરચે સામાન્યથી મઘ્યમ વરસાદની સંભાવના વ્યકત કરી છે. બીજી બાજુ બુધવારે વાદળછાયા વાતાવરણ વરચે અમદાવાદ સહિત રાજયમાં મહત્તમ તાપમાન વધીને ૩૬ ડિગ્રીને પાર કરી ગયું હતું જેના કારણે લોકોને ભારે ગરમી વરચે બફારો સહન કરવાનો વારો આવ્યા હતો. જયારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા ૪ ડિગ્રી વધીને ૩૫.૭ ડિગ્રી સુધી અને લઘુતમ તાપમાન સામાન્ય કરતા ૧ ડિગ્રી વધીને ૨૬.૩ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૮.૩૦ કલાકે ૮૫ ટકા અને સાંજે ૫.૩૦ કલાકે ૬૦ ટકા નોંધાયું હતું.