• Gujarati News
  • ટ્રેનના ટીટીઇને રિઝર્વેશન ચાટર્ નહીં, ટેબ્લેટ અપાશે

ટ્રેનના ટીટીઇને રિઝર્વેશન ચાટર્ નહીં, ટેબ્લેટ અપાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેન્ડસેટ વાઈફાઈના માઘ્યમથી અપડેટ થશે
નવી સિસ્ટમથી ખાલી બર્થનો બારોબાર અટકાવાશે
ચાલૂ ટ્રેનમાં ટિકિટ ચેકિંગ કરતા ટીટીઈ તેમની સાથે હંમેશા રિઝર્વેશન ચાટર્ રાખતા હોય છે અને તેના આધારે ચેકિંગ કરે છે. આમાં ઘણીવાર ચાલુ ટ્રેનમાં સીટો ખાલી રહી જતા આરએસી કે વેઇટિંગ ટિકિટ ધરાવતા લોકો કે ... અનુસંધાન પાના નં. ૧૩

અન્ય જનરલ ટિકિટ ધરાવતા પ્રવાસીઓ બર્થ મેળવવા ટીટીઈની પાછળ દોડતા હોય છે, અને જેમાં ટીટીઈ તેમની ઇરછા અનુસાર જે તે પ્રવાસીને સીટ આપતા હતા. પરંતુ હવે આવું નહીં થઈ શકે, કેમ કે હવે ટીટીઈને રિઝર્વેશન ચાટર્ના બદલે જીપીઆરએસ સિસ્ટમથી જોડાયેલું ટેબ્લેટ આપવામાં આવશે. જેથી ટ્રેનમાં જો કોઈ સીટ ખાલી હશે તો સીટ એની જાતે જ વેઇટિંગ ટિકિટ ધરાવતા પ્રવાસી એલોટ થઈ જશે અને તેની માહિતી એસએમએસ દ્વારા તેને મળી જશે.
આ અંગે રેલવે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લાંબા અંતરની ટ્રેનોમાં પોતાની સીટ રિઝર્વ કરાવ્યા બાદ ઘણા પ્રવાસીઓ આકસ્મિક કારણોસર છેલ્લી ઘણીએ પ્રવાસ પડતો મૂકી દેતા હોય છે. જયારે ઘણીવાર જે તે ટ્રેનમાં કેટલીક સીટો ખાલી રહી જતી હોય છે. આવા સમયમાં ટ્રેનમાં ચેકિંગ દરમિયાન ટીટીઈ તેમને આપવામાં આવતા રિઝર્વેશન ચાટર્ના આધારે કોચની તપાસ કર્યા બાદ ખાલી રહી ગયેલી સીટો મેન્યુઅલરી અન્ય પ્રવાસીઓને ફાળવી દેતા હોય છે. જેમાં નિયમાનુસાર આરએસી કે વેઇટિંગ લિસ્ટમાં નોંધાયેલા પ્રવાસીઓને આ ખાલી સીટ ફાળવવી જોઈએ પરંતુ મોટાભાગે ટીટીઈ અન્ય પ્રવાસીઓ સાથે નાણાકીય વહીવટ કરી તે સીટ તેમને ફાળવી દેતા હોય છે. આવી અનેક ફરિયાદો પણ રેલવે બોર્ડને મળતી હોય છે.
આ સમસ્યાથી મુકિત મેળવવા અને આધુનિક સમયની સાથે ચાલતા રેલવે બોર્ડે હવે ટીટીઈને રિઝર્વેશન ચાટર્ના બદલે જીપીઆરએસ સિસ્ટમથી જોડાયેલા ટેબલેટ આપવાનો નિર્ણય કર્યોછે. જેની મદદથી ખાલી સીટ અંગે ટીટીઈ દ્વારા સૂચના આપતા જ ટેબલેટની મદદથી વેઇટિંગ ટિકિટ ધરાવતા પ્રવાસીને તેની માહિતી મળી જશે અને તેની માહિતી એસએમએસ દ્વારા પ્રવાસીને મળી જશે. પ્રથમ તબક્કામાં રાજધાની, શતાબ્દી એકસપ્રેસ જેવી મુખ્ય ટ્રેનોના ટીટીઈને આ ટેબલેટ આપવામાં આવશે અને તેમાં સફળતા મળતા આ યોજનાનો તબક્કાવાર વિસ્તાર કરાશે.
રાજધાની શતાબ્દી જેવી ટ્રેનોના ટીટીઈને ટેબલેટ જેવા હેન્ડસેટ આપવાનું આયોજન થઈ રાું છે. જેમાં જીપીઆરએસ સિસ્ટમથી જોડાયેલું આ હેન્ડસેટ વાઈફાઈની મદદથી કામ કરશે. જેમાં ટ્રેનની કોઈ પણ કારણસર