• Gujarati News
  • સૂચન ઇન્કમટેકસ બાર એસોસિએશન અને આઇટી મિરર દ્વારા સેમિનાર યોજાયો

સૂચન ઇન્કમટેકસ બાર એસોસિએશન અને આઇટી મિરર દ્વારા સેમિનાર યોજાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલાયન્ટને સાચી સલાહ આપવી જેથી તે ટેકસ ચોરી ન કરે: જસ્ટિસ એમ.આર.શાહ
ઇન્કમટેકસ બાર એસો.ને તેમના મુખપત્ર આઇટી મિરરની સિલ્વર જયુબિલી પ્રસંગે યોજેલા કાર્યક્રમમાં જસ્ટિસ એમ.આર.શાહે જણાવ્યું હતું કે, ઇન્કમટેકસ અંગે પોતાના કામ સાથે આવતા કલાયન્ટને સાચી સલાહ આપવી વકીલ તરીકે આપની ફરજ છે. યોગ્ય ઇન્કમટેકસ ભરવો પણ દેશની સેવા જ છે.
કાર્યક્રમમાં જસ્ટિસ શાહે જણાવ્યું હતું કે, હું આજે જે કંઇ કરી રાો છું તે માત્ર ભગવાનના આશીર્વાદ જ છે. અમદાવાદ ઇન્કમટેકસ બાર એસો.ની સ્થાપના ઐતિહાસિક વર્ષ ૧૯૪૭માં થઇ હતી. આ એસો.માં ભાઇચારાની ભાવના જોવા મળે છે. દેશમાં ઇન્કમટેકસ આવકના મુખ્ય સ્તોત્ર પૈકીનો એક છે. ત્યારે તમામ નાગરિકોએ પ્રામાણિકતાથી ઇન્કમટેકસ ભરપાઇ કરવો જોઇએ. આ રકમ જ દેશના વિકાસમાં વાપરવામાં આવે છે. વકીલોએ તેમના કલાયન્ટને એવી સાચી સલાહ આપવી જોઇએ જેથી તે ટેકસ ચોરી ન કરે તેમજ તેણે ઇન્કમટેકસ ભર્યા બાદ તેને આગળના કાનૂની વિવાદમાં ફસાવું ન પડે. કલાયન્ટ તમારામાં પૂર્ણ વિશ્વાસ રાખે ત્યારે તમારી પવિત્ર ફરજ છેકે તમારે તેમને સાચી સલાહ આપવી જોઇએ. આપણો બીજો દુશ્મન ભ્રષ્ટાચાર છે. લાંચ આપવી લેવી અને તેના વાહક બનવું તે પણ ગુનો છે. બીજાને કરવા દો જેવી વિચારધારાને કારણે દેશને મોટું નુકસાન થયું છે. નાગરિક તરીકે આપણે આપણો ધર્મ બજાવવો જોઇએ.
ઇન્કમટેકસ બાર એસો. દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં જસ્ટિસ એમ.આર. શાહે કાું હતું કે, આપણો બીજો દુશ્મન ભ્રષ્ટાચાર છે