• Gujarati News
  • ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ

ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
વૈશ્વિકઇક્વિટી માર્કેટમાં જોવા મળેલી તેજીના કારણે સેફ હેવન ગણાતા સોનામાં મૂડીરોકાણ કરતાં સામાન્ય રોકાણકારો પણ ખચકાઇ રહ્યા છે. ઇકોનોમિક ડેટા, અન્ય કરન્સી સામે ડોલરની મજબૂતાઇએ અને હેજ ફંડોની એક્ઝિટના પગલે સોનામાં મૂડીરોકાણ એક વર્ષથી ચમક ગુમાવી રહ્યું છે. જિઓપોલિટિકલ ક્રાઇસીસ પણ ધીરે ધીરે હળવી થઇ રહી છે. તેના અનુસંધાનમાં આગામી એક વર્ષમાં સોનાનો ભાવ રૂ. 25000/25500 થઇ શકે તેવું વેલ્થરેઝ સિક્યોરિટીઝના સીઈઓ કિરણ કવિકોન્ડાલાનું માનવું છે.
એક અહેવાલ ચાર્ટ ઉપરથી સ્પષ્ટ સંકેત મ‌ળી રહ્યો છે કે, ગોલ્ડ ફ્યુચરમાં છેલ્લા એક માસમાં 2000 પોઇન્ટનું ગાબડું નોંધાયું છે. તેની સામે સેન્સેક્સ ધીરે ધીરે 28000 અને 30000 તરફ આગળ ધસી રહ્યો છે. તે સંજોગોમાં સામાન્ય રોકાણકારોએ પોર્ટફોલિયોમાંથી ધીરે ધીરે સોનાનું પ્રમાણ હ‌ળવું કરવા સાથે ઇક્વિટી તરફ ડાઇવર્ટ થવું જોઇએ તેવું કિરણકુમારે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, ફેડ વ્યાજદરમાં વધારો કરે, ઇક્વિટીમાં તેજી જારી રહે, ઘરઆંગણે વ્યાજના દરો ઘટે તો રોકાણકારો સોના અને બોન્ડમાંથી દૂર થઇ શકે છે. જોકે નીચા મથાળે રિટેલ અને જરૂરિયાત વાળા વર્ગની ખરીદી જળવાઇ રહેતા મોટા કડાકાની સંભાવના હાલ તુરત જણાતી નથી.
ઇક્વિટી સામે બૂલિયનમાં નેગેટીવ ટ્રેન્ડ
સોનું એક વર્ષમાં રૂપિયા 25000/25500 થઇ શકે