• Gujarati News
  • સૌરાષ્ટ્ર ગુજરાતમાંબીજા રાઉન્ડનો વરસાદ ખરીફ પાકો માટે સારો રહ્યો હોવાથી

સૌરાષ્ટ્ર-ગુજરાતમાંબીજા રાઉન્ડનો વરસાદ ખરીફ પાકો માટે સારો રહ્યો હોવાથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર-ગુજરાતમાંબીજા રાઉન્ડનો વરસાદ ખરીફ પાકો માટે સારો રહ્યો હોવાથી વાવેતરથી માંડી ઉત્પાદનના સારા અંદાજો મુકાવા લાગ્યા છે. વાવેતર સમયે લેઇટ અને નબળા ચોમાસાના કારણે 80-82 લાખ હેક્ટરમાં વાવેતર થશે તેવા અહેવાલો હતા પરંતુ વરસાદ સારો થઇ જતા અને ખેડૂતોને રોકડિયા પાકોમાં સારા ભાવ મળતા વાવેતર વધીને 84 લાખ હેક્ટરને ક્રોસ થઇ ગયાનું રાજ્યના કૃષિખાતાના અહેવાલમાં દર્શાવાયું છે. જોકે, ગત વરસ કરતા વાવણીમાં 3.74 લાખ હેક્ટરમાં ઘટાડો થયો છે. હજુ એકાદ સપ્તાહ સુધી તમાકુ, એરંડા અને શાકભાજી તથા ઘાસચારાનું વાવેતર થાય તેવું કૃષિખાતાના નિષ્ણાતો જણાવે છે.
કઠોળમાં સૌથી ઓછું વાવેતર થયું છે. સામાન્ય વાવેતર સામે 75 ટકા અેટલે કે 5.11 લાખ હેક્ટર સામે માત્ર 3.86 લાખ હેક્ટરમાં રહ્યું છે. કઠોળ પાકો સામે કપાસનું રેકોર્ડ 30.06 લાખ હેક્ટરમાં વાવેતર રહ્યું છે. તેલીબિયામાં તલનું સરેરાશ કરતા 21 ટકા વધીને 1.43 લાખ હેક્ટરમાં છે.