• Gujarati News
  • ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ ઓસ્ટ્રેલિયાથીએનઆરઆઇ પરિવાર સાથે 1 મહિના માટે અમદાવાદ આવેલ વિરલભાઇ ચોકસી

ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ ઓસ્ટ્રેલિયાથીએનઆરઆઇ પરિવાર સાથે 1 મહિના માટે અમદાવાદ આવેલ વિરલભાઇ ચોકસી પોતાના પરિવાર સાથે કાશ્મીરના પ્રવાસે ગયા ત્યારે પૂરની સ્થિતિ ઊભી થતાં આખરે તેમણે હોટેલ...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અશ્રુભીની આંખે વેદના વ્યક્ત કરી રહ્યાં છે લાચાર વૃદ્ધા કોકિલાબહેન પટેલ જેમનો પુત્ર, પુત્રવધૂ અને તેમના બે બાળકો કાશ્મીરના વિનાશક પૂરમાં સંપર્ક વિહોણા થઈ ગયા છે. ઘોડાસર વિસ્તારમાં સંયુક્ત પરિવારમાં રહેતા વિપુલભાઈ, તેમના પત્ની કાશ્મીરાબેન અને બે બાળકો 13 વર્ષીય ધારવી અને 11 વર્ષનો પ્રિયાંશુ મહેમદાવાદમાંથી કાશ્મીર ગયેલા 72 સભ્યોના ગ્રૂપમાં જોડાયા હતા. અલબત્ત, ધરતી પરના સ્વર્ગસમા અંદર પ્રદેશમાં ફરી વળેલા પૂરમાં યાત્રી શ્રીનગરમાં ફસાયા હતા. લાચાર કોકિલાબહેન કહે છે કે અમારી વિપુલ સાથે છેલ્લી વખત રવિવારે મોબાઈલ ફોન પર વાત થઈ હતી. જેમાં તેણે પૂરમાં તે ફસાયા હોવાનું અને શ્રીનગરની એક હોટેલમાં રોકાઈ ગયા હોવાનું જણાવ્યું હતું. તો વિપુલભાઈના ગમગીન વૃદ્ધ પિતા ભાનુભાઈ કહે છે કે બસ, તે દિવસથી વિપુલ સહિત અન્ય યાત્રી ના મોબાઈલ ફોન પર સંપર્ક સાધી શકાયો નથી. જે મહેમદાવાદનો સંઘ સોમવારે તો અહીં પરત આવી જવાનો હતો. તેમનો કોઈ પ્રકારનો સંપર્ક નહીં થતા હવે પટેલ પરિવાર ચિંતામાં સરી પડ્યો છે. તસવીરમાં લાચાર માતા કોકિલાબહેન કાશ્મીરમાં ફસાયેલા તેમના પરિવારનોની તસવીર દર્શાવી રહ્યાં છે.
પરિવારની પરત ફરવાની રાહ જોઈ રહેલા માતા.
{ ડો.પાર્થ અમીન
{વિરલચોકસી
{નેહલચોક્સી
{જીયાચોક્સી
{ચૌહાણજગદીશ
{જિનલશાહ
{જૈનાશાહ
{બિનોયપરીખ
{નીતિપરીખ
{માસ્ટરસિદ્ધિ પરીખ
{ધ્વનીલપરીખ
{પ્રિયંકાપરીખ
{કૌશલચોલિયા
{રૂશિનાચોલિયા
{ક્રિનાલીશાહ
{રેવચંદકનૈયાલાલ
{સુમનરેવચંદ
{મોહિતરેવચંદ
{રાજેશભગવાનદાસ
{ભારતીરાજેશકુમાર
{સનમરાજેશકુમાર
{પારૂલકોન્ટ્રાક્ટર
{જયશ્રીપટેલ
{અમીદેસાઇ
{પૌમિલશાહ
{જી.યુ.કાઝી
{સાબેરાબેન
{અસલમ
{અશરફ
કલેક્ટર ઓિફસે શોધ્યા
શહેરના 29 નાગરિકોનો સંપર્ક થયો
‘અરે કાશ્મીર ગયેલા મારા બાળકોની કોઈક તો ભાળ આપો
કુદરતનો કહેર |ઓસ્ટ્રેલિયાથી ફરવા આવેલા એનઆરઆઇનો પરિવાર પણ કાશ્મીરમાં ફસાયો
ભાસ્કર
ફોટો સ્ટોરી