• Gujarati News
  • લેબરકોર્ટના એડ્વોકેટસે પોતાના વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે આંદોલન

લેબરકોર્ટના એડ્વોકેટસે પોતાના વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે આંદોલન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લેબરકોર્ટના એડ્વોકેટસે પોતાના વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે આંદોલન કરવાનું નક્કી કર્યુ છે. લાલ દરવાજામાં આવેલ અપના બજાર સ્થિત લેબર કોર્ટના એડ્વોકેટસ દ્વારા લેબર કોર્ટમાં ઘણાં વર્ષો જૂની કાયમી સ્ટેનોગ્રાફરની નિમણૂકની માંગણી સહિતની સવલતો ઉપલબ્ધ કરાવવાની માંગણીના અનુસંધાનમાં આંદોલનાત્મક કાર્યક્રમ ઘડ્યા છે. જેના ભાગરૂપે 15મી સપ્ટેમ્બરથી 17મી સુધી લેબર કોર્ટની બહાર ધરણાં પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું છે. છતાં પણ માંગણીઓનો સ્વીકાર નહીં કરાય તો 18મીથી 19મી દરમિયાન ગુજરાત હાઈકોર્ટ બહાર પણ ધરણાં યોજાશે.
પડતર પ્રશ્નો મુદ્દે લેબર કોર્ટના વકીલો ધરણાં કરશે