• Gujarati News
  • સતત વરસાદથી રોડ ધોવાયા છે

સતત વરસાદથી રોડ ધોવાયા છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગતવર્ષના ચોમાસામાં પણ રૂા. 500 કરોડના રોડનું ધોવાણ થયું હતું. ચાલુ વર્ષે પણ અત્યારસુધીમાં અંદાજે રૂા. 200 કરોડના નવા રોડ બનાવવામાં આવ્યા છે. જેમાંના મોટાભાગના રોડ ધોવાઇ જતાં મ્યુનિ.માં ખળભળાટ મચી ગયો છે.
મ્યુનિ. સત્તાધીશોએ ગતવર્ષે ભારે હોબાળા બાદ જાહેરાત કરી હતી કે હવે પછી રોડ ધોવાશે તો કોન્ટ્રાક્ટરોને ડી લિસ્ટ કરાશે. દરમિયાન શહેરમાં મંગળવાર રાતથી બુધવાર સવાર સુધીમાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ વરસાદ મધ્ય ઝોનમાં 43.33 એમએમ નોંધાયો હતો. જ્યારે દાણાપીઠ વિસ્તારમાં 53 એમએમ વરસાદ પડ્યો હતો.
મંગળવાર રાત્રેપડેલા વરસાદથી આસ્ટોડિયામાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું. ઉપરાંત ભંડેરીપોળ અને પંચભાઇની પોળમાં દીવાલ પડી હતી. જો કે ઘટનામાં કોઈ જાનહાિન થઈ હતી. ઉપરાંત પશ્ચિમમાં એક, નવા પશ્ચિમમાં ત્રણ અને ઉત્તર ઝોનમાં બે ઝાડ તૂટી પડ્યાની ફરિયાદ મળી હતી.
ત્રણસ્થળોએ પાણી ભરાવવાની ફરિયાદ
ઘીકાંટારોડ પર પ્રકાશ સિનેમા પાસે, પાલડી સુદામા રિસોર્ટ પાસે, આલ્ફામોલ પાસે સરકારી વસાહત અને શાહવાડી જૂની કોર્ટ પાછળ જ્યોતિનગર પાસે પાણી ભરાવવાની ફરિયાદો મળી હતી.
સતત વરસાદથી મકાન ધરાશાયી
ઘોડાસર
િશવરંજની
હાશ બચીગયા |પાણી ભરેલા ખાબોિચયામાં બે વાહનચાલકો પડતા પડતા બચ્યા.
મેટલ ઊડ્યા|શહેરના પોશ ગણાતા એવા સેટેલાઈટ િવસ્તારમાં વખતે ચોમાસાએ રોડની સૌથી વધુ ખાનાખરાબી સર્જી છે. નવા કાર્પેિટંગ થયેલા રોડ ધોવાઈ જતાં નીચે પાથરેલી મેટલ રીતસર ઊખડીને કેટલાકને વાગી રહી છે.
રોડ પાછળના કરોડો પાણીમાં
ગુલબાંગો |પાંચ વર્ષની રોડ ગેરંટીના દાવા પોકળ નીકળ્યા
શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદને કારણે સંખ્યાબંધ રોડનું ધોવાણ થઇ ગયું છે. તેમાં પણ ઘણા રોડનું તો હજી ગત મે મહિનામાં કરોડોના ખર્ચે કાર્પેટિંગ કરાવ્યું છે. બુધવારની રિવ્યૂ મીટિંગમાં કાર્યકારી કમિશનર થેન્નારસને ધોવાયેલા રોડ, ભૂવા-ખાડાનો સર્વે કરી રિપેરિંગ કરવા અધિકારીઓને તાકીદ કરી છે.
ભાસ્કરન્યૂઝ. અમદાવાદ
શહેરનાશાહીબાગ વિસ્તારમાં નારાયણઘાટની પાસે આવેલી ઇસ્કોન ગ્રૂપની રિવર સાઇડ બહુમાળી બિલ્ડિંગ દ્વારા ગેરકાયદે જોડાણ લેવાયા હોવાનું ધ્યાનમાં આવતાં બુધવારે મ્યુનિ.સત્તાવાળાઓ દ્વારા તેને કાપી નખાયું હતું. ઉપરાંત ઇસ્કોન ગ્રૂપ સામે દંડની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જોકે મોડી સાંજ સુધી દંડ નહીં વસૂૂલાતા અનેક તર્કવિતર્ક સેવાઇ રહ્યા હતા.