• Gujarati News
  • નારોલમાં પીવાના પાણી મુદ્દે મિત્રની કરપીણ હત્યા

નારોલમાં પીવાના પાણી મુદ્દે મિત્રની કરપીણ હત્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : નારોલની બોમ્બે હાઉ. સોસા.માં રહેતા શંકરભાઈ સૂરજદેવ વર્માનો ૧૮ વર્ષનો નાનો ભાઈ રામશંકર નારોલના દાતાર એસ્ટેટ ખાતે મજૂરી કામ કરતો હતો. જયારે આ દાતાર એસ્ટેટમાં જ એક ટ્રાન્સપોટર્ કંપનીમાં આરોપી ગણેશ અનિલ આમદાણી (રહે-તીર્થભૂમિ સોસાયટી,નારોલ) કર્મચારી હતો. ગુરુવારે સવારે ૩ વાગે ગણેશે પોતાની ઓફિસ પાસેની ફેકટરીમાં મજૂરી કામ કરતા રામશંકરને પાણી લઈ આવવા બાબતે જણાવ્યું હતું. પરંતુ રામશંકરે પાણી ન લઈ આપતા આરોપી ગણેશે તેની સાથે ઝઘડો કરીને તી ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો. જેમાં રામશંકરને ગંભીર ઈજાઓ થતાં તેનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું.