• Gujarati News
  • સ્વીસ પપેટર બ્રિગીતી શાહ કઠપૂતળીની કલા કઈ રીતે ઉપયોગી છે

સ્વીસ પપેટર બ્રિગીતી શાહ કઠપૂતળીની કલા કઈ રીતે ઉપયોગી છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વીસ પપેટર બ્રિગીતી શાહ કઠપૂતળીની કલા કઈ રીતે ઉપયોગી છે તે કહેશે તેમજ મલ્લિકા સારાભાઈ દર્પણાની જર્નીને જીવંત કરશે.
નટરાણીમાં સ્વીસ પપેટર કરશે કઠપૂતળીની વાતો
કઠપૂત‌ળીનો ઉપયોગ
darpana talks
સિટી રિપોર્ટર :અમદાવાદ
નટરાણીઅમદાવાદને કંઈક નવું આપવા માટે હંમેશાં કાર્યરત રહ્યું છે. નટરાણીએ પોતાના લિસ્ટમાં એક સુંદર નવો કાર્યક્રમ ઉમેર્યો છે. નટરાણીમાં એક સંક્ષિપ્ત લેક્ચર સિરીઝ ડી ટોક્સ (દર્પના ટોક્સ) યોજવા જઈ રહ્યું છે. કાર્યક્રમમાં કોઈપણ ભાગ લઈ શકે છે. જેમાં દુનિયામાં શું નવું ચાલુ રહ્યું છે તેનું નોલેજ એકબીજા શેર કરી શકશે. લેક્ચરમાં આર્ટ, સાયન્સ, મેિડસીન, એસ્ટ્રોનોમી, લિટરેચરનો સમાવેશ કર્યો છે. જોકે આના સિવાય જે કંઈક નવું જાણતા, સમજતાં હોવ તે દરેક નવી બાબતો અહીં શેર કરી શકાય છે.
આની પહેલી સિરીઝ ૧૦ સપ્ટેમ્બરે સાંજે ૮.૩૦ વાગે નટરાણીમાં યોજાશે. જેમાં સ્વીસ પપેટર બ્રિગીતી શાહ જણાવશે કે કઠપૂતળીનો ઉપયોગ કેવી રીતે માનસિક આઘાત અને માનસિક ઉદાસીનતામાં મદદરૂપ થાય છે. જ્યારે મલ્લિકા સારાભાઈ દર્પણાની જર્ની વિશે વાત કરશે. આંધ્ર શેડો પપેટ, એન્સિયન્ટ પપેટ અને ડાન્સ સ્ટાઈલ (વિિધ નાટકમ) દ્વારા દર્પણાની જર્નીને ફરીથી સજીવન કરશે.