• Gujarati News
  • સપ્તાહનીશરૂઆત તેજીમય ટોને થયા બાદ ઊંચા મથાળે નબળાં તેજીવાળાની

સપ્તાહનીશરૂઆત તેજીમય ટોને થયા બાદ ઊંચા મથાળે નબળાં તેજીવાળાની

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સપ્તાહનીશરૂઆત તેજીમય ટોને થયા બાદ ઊંચા મથાળે નબળાં તેજીવાળાની નફારૂપી વેચવાલીના પગલે રિયાલ્ટી, આઇટી, ઓઇલ-ગેસ, બેન્કિંગ અને કેપિટલ ગુડ્સ સેક્ટરમાં પીછેહઠ જોવા મળી હતી. જોકે સામે છેડે એફએમસીજી, પાવર, હેલ્થકેર અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં ધીમા સુધારાની આગેકૂચ જોવા મળી હતી. સ્મોલ-મિડકેપ સેગમેન્ટમાં પણ સાધારણ સુધારાનો ટ્રેન્ડ જળવાઇ રહ્યો હતો.
સેન્સેક્સ 27316.43 પોઇન્ટના મથાળે ખુલ્યા બાદ સાધારણ સુધરી 27328.27 પોઇન્ટ થયા બાદ ઇન્ટ્રા-ડે 27177.09 પોઇન્ટ થઇ છેલ્લે 54.53 પોઇન્ટના ઘટાડા સાથે 27265.32 પોઇન્ટ બંધ રહ્યો હતો. સેન્સેક્સ બેઝ્ડ 30 પૈકી 14 સ્ક્રીપ્સમાં સુધારો અને 16 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી પણ 20.95 પોઇન્ટના ઘટાડા સાથે 8152.95 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ ખાતે ટ્રેડેડ 3100 પૈકી 1660 સક્રીપ્સમાં સુધારો નોંધાયો હતો. સામે 1352 સ્ક્રીપ્સમાં ઘટાડો રહ્યો હતો. કુલ 12 પૈકી સેક્ટોરલ ઇન્ડેક્સમાં સુધારો અને 6 ઇન્ડેક્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા છતાં માર્કેટ સેન્ટિમેન્ટ ઊંચા મથાળે સાવચેતીનું રહ્યું છે.
સુપ્રીમ કોર્ટે કોલ બ્લોક ફાળવણીના મુદ્દે સીબીઆઇ ડિરેક્ટર રણજિત સિંહાને નોટિસ ઇશ્યુ કરી હતી. સાથે સાથે સ્કેમમાં સિંહાને તેમની સામે થયેલા આક્ષેપો મુદ્દે સ્પષ્ટતા કરવા પણ નિર્દેશ કર્યો છે. તે ઉપરાંત વૈશ્વિક શેરબજારોમાં પણ સાવચેતીના માહોલની અસર તળે સ્થાનિક શેરબજારોમાં ઊંચા મથાળે વલણ સાવચેતીનું રહ્યું છે. જોકે નોંધપાત્ર બાબત જોવા મળી છે કે, માર્કેટ કેપ રૂ. 96.37 લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે.જોકે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ આજે પણ જારી રહેવા સાથે સદભાવ એન્જિનિયરિંગ પણ 8 ટકાના ઉછાળા સાથે ઇન્ટ્રા-ડે 12.12 ટકાના ઉછાળા સાથે રૂ. 233.90ની ઐતિહાસિક સપાટી હાંસલ કર્યા બાદ છેલ્લે 8.32 ટકાના સુધારા સાથે રૂ. 225.95ની સપાટીએ બંધ રહ્યો હતો. કંપનીના બોર્ડે રૂ. 250 કરોડ ક્યૂઆઇપી મારફત મેળવવાની દરખાસ્તને મંજૂરી આપી હોવાના અહેવાલોની શેર ઉપર સાનુકૂળ અસર રહી હતી.
{સ્મોલ તથા મિડકેપમાં સુધારાનો ટ્રેન્ડ, સેન્સેક્સ બેઝ્ડ 30 પૈકી 14 સ્ક્રીપ્સમાં સુધારો
સેન્સેક્સ વધ્યા મથા‌ળેથી 54 પોઇન્ટ ઘટ્યો
ટ્રેન્ડ | માર્કેટકેપ 96.37 લાખ કરોડની ઐતિહાસિક સપાટીએ, 3 સેક્ટોરલ વર્ષની ટોચે, બે સેક્ટોરલ ઐતિહાસિક ટોચે