• Gujarati News
  • બની ગઇ છે. ઔડા દ્વારા તેને બાંધકામની પરવાનગી પણ આપી દેવામાં આવી હતી. બંને બિલ્ડીંગને જમીન દોસ્ત ક

બની ગઇ છે. ઔડા દ્વારા તેને બાંધકામની પરવાનગી પણ આપી દેવામાં આવી હતી. બંને બિલ્ડીંગને જમીન દોસ્ત કરી દેવાની તેમણે પોતાની પિટિશનમાં દાદ માગી છે. દિપ કો.ઓ. સોસાયટી અને સિધ્ધી ઇન્ફ્રાસ્ટ્રકચર...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારીજમીન પર બારોબાર બાંધકામની મંજૂરીઓ મેળવી લઇ ગણેશ મેરીડિયન અને સત્યમેવ-2ના બાંધકામને પડકારતી પિટિશનમાં જસ્ટિસ અકીલ કુરેશી અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે ઔડાએ કઇ રીતે વિકાસ પરવાનગી આપી તેનો જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે. સરકારે યુએલસી હેઠળ મેળવેલી જમીન પર ગેરકાયદેસર રીતે બંને વિશાળ બિલ્ડીંગો ઊભી થઇ ગઇ હતી. અમદાવાદ શહેરમાં યુએલસી (શહેરી જમીન ટોચ મર્યાદા ધારો) હેઠળ લેવાયેલી અનેક જમીનો પર ગેરકાયદેસર દબાણો ઊભા થઇ ગયા હોવાની પિટિશનમાં દાદ મગાઈ છે.
અમદાવાદની સરકારી પડતર જમીનો પર ગેરકાયદેસર બાંધકામ અને કબજો થઇ ગયો હોવાના મામલે અસગર મોહંમદ ભટ્ટી દ્વારા સિનિયર કાઉન્સેલ યોગેશભાઇ રવાણી અને એડવોકેટ રેણું સિંઘ મારફત કરવામાં આવેલી જાહેરહિતની રિટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, રાજ્ય સરકાર દ્વારા શહેરી જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ હાઇકોર્ટ નજીક આવેલી કેટલીક જમીન મેળવી હતી. તે જમીનના રેકર્ડમાં આજે પણ સરકારનું નામ છે. ત્યારે ગણેશ મેરીડિયન અને સત્યમેવ-2 નામની બે બિલ્ડીંગ જમીન પર
સરકારી જમીનની કિંમત 500 કરોડ છે
શહેરનાગરીબોમાટે કે શહેરીજનોની સામાન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે 1975માં સરકારે શહેરી જમીન ટોચ મર્યાદાધારા હેઠળ જમીનો સંપાદિત કરી હતી. જે હેઠળ બંને જમીનો પર સંપાદિત કરવામાં આવી હતી. આજે બંને જમીનોની બજાર કિંમત જોઇએ તો પણ તે ઓછામાં ઓછી 500 કરોડ જેટલી થવા જાય છે. આટલી મોટી સરકારી જમીન પર થયેલા દબાણને દૂર કરવા માટે પિટિશનમાં દાદ મગાઈ છે. તો જો દબાણ દૂર કરવું શક્ય હોય તો પછી તે જમીનની કિંમત વસૂલવા માટે દાદ માગવામાં આવી છે.
દિપ કો.ઓ.સોસાયટી અને સિદ્ધિ ઇન્ફ્રાસ્ટ્રકચર દ્વારા બાંધવામાં આવેલા ગણેશ મેરીડિયન સામે આવેલી ફરિયાદને ધ્યાને લઇ ડેપ્યુટી કલેકટર અમદાવાદ દ્વારા સરકારી જમીન પરના બાંધકામને તોડી પાડવા આદેશ આપ્યો હતો. જો કે મામલતદારે આદેશ બાદ મામલે કોઇ પગલા લેવાયા હતા.
બંનેને તોડી પાડવાનો આદેશ કાગળ પર
16 સપ્ટેમ્બરે એિફડેિવટ સાથે તમામ િવગતો રજૂ કરવા આદેશ
સરકારી જમીન પર સત્યમેવ-2, ગણેશ મેિરડિયન શી રીતે બન્યા?
આકરું વલણ | ઔડાને ખુલાસો કરવા હાઇકોર્ટની તાકીદ