• Gujarati News
  • ઘરઆંગણે સોના ચાંદીમાં ઘટાડો

ઘરઆંગણે સોના ચાંદીમાં ઘટાડો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીયબુલિયન બજારમાં સપ્તાહના અંતે ધીમી ઘરાકી અને વિશ્વબજારમાં જોવાયેલા ઘટાડાની અસરરૂપે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી. સોનામાં રૂ.200 અને ચાંદીમાં રૂ.500 સુધીનો ઘટાડો હતો. અમેરિકામાં કન્ઝયુમર્સ ડેટા ધારણા કરતા સારા આવતા વિશ્વબજારમાં હાજરમાં સોનું 1240 ડોલર પ્રતિ ઔંશના સ્તરે હતું. સ્થાનિકમાં તહેવાર પૂર્વે ધીમી ઘરાકી વચ્ચે રાજકોટ ખાતે સોનું રૂ.200 ઘટી રૂ.27,650, સોનું બિસ્કિટ રૂ.2000 ઘટી રૂ.2,76,500 અને ચાંદી રૂ.500 ઘટી રૂ.28,300ના ભાવે જોવા મળી હતી. અમદાવાદ ખાતે સોનું રૂ.50 ઘટી રૂ.27,700 અને ચાંદી રૂ.200 તૂટીને રૂ.38,600 તેમજ મુંબઇ ખાતે સોનું રૂ.પાંચ ઘટીને રૂ.39,270 અને ચાંદી ઘટીને રૂ.39,270 રહી હતી.