• Gujarati News
  • રિયલ એસ્સેટ ખરીદી ઇનડેક્સ વધ્યો

રિયલ એસ્સેટ ખરીદી ઇનડેક્સ વધ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિયલ એસ્સેટ ખરીદી ઇનડેક્સ વધ્યો

દેશમાંરિયલએસ્ટેટ સેક્ટરના ખરીદી ઇન્ડેક્સમાં સપ્ટેમ્બર મહિના દરમિયાન સેન્ટીમેન્ટમાં સુધારાના કારણે વૃદ્ધિ જોવા મળી છે. ખાસ કરીને ઉત્તર તથા દક્ષિણ ભારતમાં મકાનોની ખરીદીમાં વધારો થતા ઇન્ડેક્સ 2.5 ટકા વધી 32.3 જોવા મળ્યો છે. અોવરઓલ ઇન્ડેક્સમાં વધારો થવાના કારણે આગમી થી બાર મહિનાના સમયગાળામાં ભારતીય ગ્રાહકો મકાનની ખરીદી કરવાની યોજના ધરાવે છે. ઐતિહાસીક રીતે મકાનોના વેચાણનો સીધો સબંધ સેન્ટીમેન્ટ ઇન્ડેક્સ સાથે રહેલો છે. તહેવારોને કારણે ખરીદનાર વર્ગના માનસ પર પ્રતિકુળ અસર જોવા મળશે. 2012-13ની સરખામણીમાં વર્ષે મકાનના વેચાણમાં વધારો થવાનો અંદાજ છે.

ઝીફીનરીસર્ચનાચીફ ઇકોનોમિસ્ટ દેબોપામ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતીય ગ્રાહકોમાં રોજગારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને સકારાત્મકતામાં વધારો થયો છે. તેમજ ઘરગથ્થુ આવકમાં થયેલા વધારાથી ટુંક સમયમાં મકાનોના વેચાણમાં વધારો થવાનો નિર્દેશ છે.

નાણાંકીય મુવમેન્ટ નથી. ઉંચા ભાવથી કોઇ ખરીદદાર નથી, મોંધવારી અને બેંકોના ઉંચા વ્યાજદરના કારણે નવા રોકાણકારો સેગમેન્ટમાં આવતા હજુ વેઇટ એન્ડ વોચ અપનાવી રહ્યાં છે. ખરીદનાર વર્ગ પણ 30-35 લાખના રોકાણસામે અત્યારે 5-10 હજારના ભાડે રહેવાનું પસંદ કરી રહ્યાંનો બજારમાં ઘાટ છે. ગુજરાતમાં હજુ જાન્યુઆરી મહિનાથી સેક્ટરમાં ખરીદી નિકળે તેવા સંકેતો મળી રહ્યાં છે. મોહનભાઇબારોટ બ્રોકરએસો. પ્રમુખ.

ભાડાના મકાનને પસંદગી

મંદાર દવે . અમદાવાદ

દેશમાં રિયલ એસ્ટેટની ખરીદીમાં પહેલા સ્થાને દિલ્હી છે. ટોપ ટેન શહેરો જેવા કે દિલ્હીમાં સૌથી વધુ વેચાણો 64.9 ટકા સાથે આગળ રહ્યાં છે. ત્યાર બાદ બેંગ્લુરુ, હૈદરાબાદ અને મુંબઇનો ક્રમ આવે છે. જ્યારે સૌથી છેલ્લો ખરીદીમાં અમદવાદ રહ્યું હોવાનું તારણ ઝીનફીન રીસર્ચના અહેવાલમાં દર્શાવાયું છે. ગુજરાતમાં મોટી કંપનીઓનું મૂડીરોકાણ આવી રહ્યું હોવા છતાં બજારમાં હજુ મંદીનો હાઉ છે જેના કારણે નવા સોદાઓ અટવાયા છે.

ગુજરાતનું રિયલ એસ્ટેટ માર્કેટ છેલ્લા એક વર્ષથી મંદીના તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે. ઇક્વિટી માર્કેટમાં તેજી, ધારણા કરતા સારૂ ચોમાસું અને ગુજરાતમાં અનેક નવી-નવી ઇન્ટસ્ટ્રીઓ મૂડીરોકાણ કરી રહી છે અને હજુ અનેક ગણું રોકાણ આગામી ટુંકાગાળામાં આવશે તેમ છતાં ક્ષેત્રમાં રોનક રહી નથી. રિયલ એસ્ટેટમાં હજુ આગામી મહિનાઓમાં 10-15 ટકાનું કરેક્શન આવે તેવા સંકેતો છે. દિવાળી ટુ