• Gujarati News
  • ફૂડએન્ડ ડ્રગ્સ વિભાગનાં મહિલા ડેપ્યુટી કમિશનર દીપિકા ચૌહાણની એસીબીએ

ફૂડએન્ડ ડ્રગ્સ વિભાગનાં મહિલા ડેપ્યુટી કમિશનર દીપિકા ચૌહાણની એસીબીએ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફૂડએન્ડ ડ્રગ્સ વિભાગનાં મહિલા ડેપ્યુટી કમિશનર દીપિકા ચૌહાણની એસીબીએ ધરપકડ કર્યા બાદ તેમની પાસેથી મળેલી બિનહિસાબી ~45 હજારની રકમનો હિસાબ મેળવવા એસીબીએ કવાયત હાથ ધરી છે. રકમ ક્યાંથી મળી તે અંગે ચૌહાણ તેમનાં નિવેદનો બદલ્યાં કરે છે. દીપિકા ચૌહાણે સિનિયર ઇન્સ્પેક્ટર પાસેથી ~15 હજાર મોબાઈલ ખરીદવા ઉછીના લીધા હોવાનું કહ્યા બાદ પલટી મારી હતી અને એક ખાનગી વ્યક્તિ પાસેથી તે લીધા હોવાનું રટણ કર્યુંં હતું. જોકે સિનિયર ઇન્સ્પેક્ટરની એસીબીએ પૂછપરછ કરતા તેમણે નાણાં આપ્યાં હોવાની વાતનો ઇનકાર કર્યો હતો.

શુક્રવારે એસીબીએ દીપિકા ચૌહાણ, તેમના પતિ અને આસિ.ઇન્સ્પેક્ટ કે. કે. ગોસ્વામીની ધરપકડ કરી હતી. દીપિકા પાસેથી એસીબીને બિનહિસાબી ~45 હજારની રકમ મળી હતી. તે અંગે તેમણે એવો ખુલાસો કર્યો હતો કે, ઓફિસના કામે પોતે વારંવાર વડોદરા જતા હોવાથી 15 હજારની રકમ ટેક્સી ભાડા માટે રાખી હતી. અન્ય 15 હજારની રકમ ઓફિસ ખર્ચ માટે રાખી હતી. જ્યારે બાકીના 15 હજાર સિનિયર ઇન્સ્પેક્ટર વાય. જી. દરજી પાસેથી મોબાઇલ લાવવા માટે લીધા હતા. એસીબીએ દરજીની પૂછપરછ કરતા તેમણે પોતે કોઈ નાણાં દીપિકા ચૌહાણને આપ્યાં નથી તેવું નિવેદન આપ્યું હતું. જોેકે દીપિકા ચૌહાણે આખેઆખું નિવેદન ફેરવી તોળ્યુંં હતું અને નિરંજન દેસાઈ નામની વ્યક્તિએ મોબાઈલ લેવા માટે ~15 હજાર આપ્યા હતા તેવું રટણ કર્યુંં હતું.

એસીબીએ નિરંજન દેસાઈને પૂછતા તેમણે પૈસા આપ્યાની વાત કબૂલી હતી. જોકે નિવેદન ખોટું હોવાનું એસીબી માને છે. કેસની તપાસ કરી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે.ક્રિશ્ચિયને કહ્યુંં છે કે, ‘હજુ બિનહિસાબી રકમ અંગે તપાસ ચાલી રહી છે અને માટેે દીપિકા ચૌહાણ અને તેમના પતિના રિમાન્ડ લેવાયા છે.’

{સિનિયર ઇન્સ્પેક્ટરે ઉછીનાં નાણાં આપ્યાં હોવાનો ઇનકાર કર્યો

મોબાઇલ ફોન લેવા માટે મેં નાણાં ઉછીનાં લીધાં હતાં: દીપિકા ચૌહાણ

બિનહિસાબી રકમનો કેસ |ફૂડ-ડ્રગ્સનાં ડેપ્યુટી કમિ.એ ફરી ફેરવી તોળ્યું