• Gujarati News
  • અમદાવાદ: શહેરમાંવ્હોટ્સ અેપ પર યુવતીઓના ફોટોગ્રાફ બતાવી લાંબા સમયથી ચાલતા

અમદાવાદ: શહેરમાંવ્હોટ્સ અેપ પર યુવતીઓના ફોટોગ્રાફ બતાવી લાંબા સમયથી ચાલતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: શહેરમાંવ્હોટ્સ અેપ પર યુવતીઓના ફોટોગ્રાફ બતાવી લાંબા સમયથી ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. મહિલા પોલીસની વિશેષ ટીમ દ્વારા શનિવારે સાંજે 7.30 વાગે ડમી ગ્રાહક મોકલીને એઇસી ચાર રસ્તા પાસે રિક્ષામાં ડિલિવરી કરવા આવેલા ત્રણ દલાલની ધરપકડ કરી ચાર યુવતીને મુક્ત કરી હતી. પોલીસે ત્રણ દલાલોની ધરપકડ કરી પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી. મહિલા પોલીસ સ્ટેશનના એસીપી ડો. કાનન દેસાઈના જણાવ્યાનુસાર, શહેરમાં લાંબા સમયથી વ્હોટ્સ અેપ પર સેક્સ રેકેટ ચાલતું હોવાની માહિતી મળી હતી, જેના આધારે ડમી ગ્રાહક તૈયાર કરીને એઇસી ચાર રસ્તા પર વોચ ગોઠવી હતી અને ત્રણ દલાલને ઝડપ્યા હતા.

વ્હોટ્સ એપ પર ચાલતું સેક્સ રેકેટ પકડાયું