• Gujarati News
  • દસ વર્ષથી બંધ ખાતાનું વ્યાજ RBI¥WWÈ જમા કરાવવા સૂચના

દસ વર્ષથી બંધ ખાતાનું વ્યાજ RBI¥WWÈ જમા કરાવવા સૂચના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દસ વર્ષથી જે ખાતાઓ થાપણદારોએ ઓપરેટ ના કર્યા હોઈ અને જે ખાતાઓ ડોરમેટ બની ગયા છે તેવા ખાતાઓની થાપણો અને તેનું અત્યાર સુધીનું વ્યાજ રિઝર્વ બેંકમાં જમા કરાવવા માટે ગુજરાતની તમામ સહકારી બેંકોને સૂચના આપવામાં આવી છે. આવા ખાતાઓનું સતત ઓડિટ કરાવવાનું રહેશે અને આ રકમ રિઝર્વ બેંકમાં જમા કરાવવા અંગે વર્ષ દરમ્યાન પાંચ રિટર્ન ભરવાના રહેશે અને જો બેંકે કોઈ રકમ રિઝર્વ બેંકને જમા ના કરાવવાની હોઈ તો પણ નીલ રિટર્ન ફાઈલ કરવાનું રહેશે. આ અંગે સહકારી બેંકોને તાલીમ આપવા માટે રિઝર્વ બેંકે ગાંધી રોડ પર આવેલી અમદાવાદ રિજયોનલ ઓફિસ પર સહકારી બેંકોના ઉરચ હોદ્દેદારોની શુક્રવારે મીટીંગ રાખી છે.
રિઝર્વ બેંક આ રકમનો ઉપયોગ બેકિંગ ગ્રાહકોની જાગૃતિ અને શિ ાણ માટે વાપરશે. જે બેંકો રિઝર્વ બેંકમાં ખાતું ધરાવે છે તેઓ સીધા જ આ નાણાં જમા કરી શકશે જયારે જે બેંકો અન્ય બેંક મારફતે મેમ્બર છે તેઓએ પોતાની સ્પોન્સર બેંક મારફતે ફંડ જમા કરાવવાનું રહેશે. આ ફંડ અંગે બેંકોએ કોન્કરન્ટ ઓડિટ કરાવવાનું રહેશે. આ માટે પાંચ પ્રકારના રિટર્ન બેંકોએ ભરવાના રહેશે. જેમાં જે ગ્રાહકનું આ ફંડ છે તેની પુરી વિગત રિઝર્વ બેંકને જમા કરાવવાની રહેશે. દર મહિને દસ વર્ષથી પડી રહેલી ડિપોઝીટને રિઝર્વ બેંકના ફંડમાં ટ્રાન્સફર કરવાની રહેશે અને આ માટેનું રિટર્ન દર મહિનાની ૧૫ તારીખ સુધીમાં ભરવાનું રહેશે.