તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ‘મંદિર મસ્જિદો પાસેના અબજોના ફંડને યોગ્ય રીતે મેનેજ કરવંુ જરૂરી’

‘મંદિર-મસ્જિદો પાસેના અબજોના ફંડને યોગ્ય રીતે મેનેજ કરવંુ જરૂરી’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમેનેજમેન્ટ એસો. ખાતે ‘ધ મેની ડાયમેન્શન ઓફ મેનેજમેન્ટ’ વિષય પરના વક્તવ્યમાં રાજ્યસભાના સાંસદ ડૉ. કરણસિંહે ભારપૂર્વક ઉલ્લેખ કર્યો છે કે, આપણા દેશમાં મસ્જિદો અને મંદિરો પાસે અબજો રૂપિયાનું ફંડ છે, તેને પણ યોગ્ય રીતે મેનેજ કરવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે, ભારતમાં હાલ ટેરરિઝમને મેનેજ કરવા માટે રાજ્ય, કેન્દ્ર સરકાર અને સ્થાનિક સ્તરે કો-ઓર્ડિનેશનની ખૂબ જરૂર છે. હવે ઇસ્લામિક નહીં પરંતુ બોર્ડર પરથી ટેરરિઝમ પ્રવેશ્યું છે. ધર્મનાં નામે થતાં તોફાનોને માટે કાઉન્ટર પ્રોટેક્ટિવ અભિગમ અપનાવવાની જરૂર છે. લોકો એમ માને છે કે ધાર્મિક લોકો ઘટ્યાં છે. પરંતુ હું કહીશ કે ધાર્મિક લોકો વધ્યાં છે, જેથી રિલિજિયસ ટુરિઝમ પણ વધ્યું છે.