તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બોર્ડના વિદ્યાર્થીએ આપઘાત કર્યો

બોર્ડના વિદ્યાર્થીએ આપઘાત કર્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : ગીતામંદિરમાં16 વર્ષના વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષાના તણાવમાં આવીને ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. ઘટના અંગેની તપાસ કરતા હેડ કોન્સ્ટેબલ વિનોદકુમાર થાવરાજીએ જણાવ્યું હતું કે, ઘાંચીરામની ચાલીમાં રહેતા મનીષભાઈનો પુત્ર નિકુંજ (16) ધો. 10માં અભ્યાસ કરતો હતો. તેણે શનિવારે બપોરે ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું. પૂછપરછમાં નિકુંજે બોર્ડની પરીક્ષાના તનાવમાં પગલું ભર્યું હોવાની પ્રાથમિક તપાસમાં વિગતો બહાર આવી છે. કાગડાપીઠ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ આદરી છે.