તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • લાયસન્સ અને RC બુકમાં નામ, સરનામાના સુધારા હવે તત્કાળ થશે

લાયસન્સ અને RC બુકમાં નામ, સરનામાના સુધારા હવે તત્કાળ થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |આરટીઓમાં લાયસન્સ, આરસી બુકમાં નામ- ટેલિફોન નંબર-સરનામું સહિતના સુધારા તેમજ હાઇપોથિકેશન કેન્સલ કરાવવા જેવા નાના અમથા સુધારા માટે અત્યાર સુધી અરજીઓ છેક દિલ્હી એનઆઈસી સુધી મોકલવી પડતી હતી. કામગીરીમાં મહિના સુધીનું વેઈટિંગ લાગી જતું હતું. પરંતુ હવે આજથી સઘળા સુધારાની સત્તા અમદાવાદ આરટીઓ ઓફિસને પુન: આપી દેવાતા આવી સામાન્ય સુધારાની કામગીરી માટે જનારા અરજદારોનું કામ તુરંત થઈ જશે. અમદાવાદ આરટીઓ પાસેથી સત્તા આંચકી લેવાતા હજારો અરજીઓનો ઢગલો થઈ ગયો હતો. આરટીઓના અધિકારીઓએ કમિશનર સમક્ષ હકીકતનું ધ્યાન દોર્યું હતું. આખરે અમદાવાદ આરટીઓને સત્તા પાછી મળી છે. જો કે આનો સીધો લાભ લોકોને મળશે. કારણ કે તેમણે નાના મોટા સુધારા માટે વારંવાર ધક્કા ખાવા નહીં પડે અને તેમનો સમય બચશે. તેમજ કામ પણ ઝડપી થશે.