• Gujarati News
  • વડાપ્રધાનબન્યા પછી પ્રથમ વખત ગુજરાતની સત્તાવાર મુલાકાતે આવી રહેલા

વડાપ્રધાનબન્યા પછી પ્રથમ વખત ગુજરાતની સત્તાવાર મુલાકાતે આવી રહેલા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાનબન્યા પછી પ્રથમ વખત ગુજરાતની સત્તાવાર મુલાકાતે આવી રહેલા નરેન્દ્ર મોદીના ભવ્ય સ્વાગત માટે રાજ્ય સરકાર અને ભાજપ દ્વારા જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ૧૬મીએ સાંજે મોદી અમદાવાદ એરપો‌ર્ટ પહોંચશે જ્યાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ, મંત્રીઓ તથા ભાજપના પદાધિકારીઓ તેમનું સ્વાગત કરશે. દિવસે પેટા ચૂંટણીની પરિણામો જાહેર થવાના હોવાથી ભાજપ વિજયોત્સવની ઉજવણી પણ વડાપ્રધાનના સાનિધ્યમાં કરશે. દિવસે રાજ્ય સરકાર દ્વારા પણ મહાત્મા મંદિરમાં ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે. નરેન્દ્ર મોદી ૧૬મીએ રાજભવન ખાતે રાત્રિરોકાણ કરશે.
૧૭મી સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદી પોતાનો જન્મ દિવસ પણ ગુજરાતમાં ઊજવશે. સવારે હીરાબાના આશીર્વાદ મેળવશે ત્યારબાદ તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગનું અમદાવાદ એરપો‌ર્ટ ઉપર સ્વાગત કરશે. ત્યારબાદ તેઓ ચીનના રાષ્ટ્રપતિ સાથે બેઠક યોજશે.
{વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતમાં પ્રથમ આગમન
એક સાથે બે દેશના વડાનું સ્વાગત
ગુજરાતમાંએકસાથેબે દેશના વડા આવી રહ્યા હોય તેવો અવસર છે. ૧૬મીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ૧૭મીએ ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ ગુજરાત આવી રહ્યા છે. ગુજરાત સરકાર બંને દેશના વડાનું ભવ્ય સ્વાગત કરશે. ચીનના રાષ્ટ્રપતિ ભારત પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરવાના હોવાથી તેમના સ્વાગતનું ગૌરવ ગુજરાત લઇ શકશે.
ચીનનાએક પ્રાંત સાથે એમઓયુ થશે
ગુજરાતઅનેચીનના ગ્વાંગડો પ્રાંત વચ્ચે સિસ્ટર સ્ટેટ તરીકે વિકસાવવાના કરાર થશે. યુથ એક્સચેન્જ અને યુનિવર્સિ‌ટી એક્સચેન્જ સહિ‌તના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. જ્યારે માળખાકીય સુવિધા, ટ્રેડ, કોમ‌ર્સ જેવા વ્યવહારો પણ શરૂ કરાશે. રીતે ગુજરાતના અમદાવાદ અને ચીનના ગ્વાંગ્ઝો શહેર વચ્ચે પણ સિસ્ટર સિટી તરીકે વિકસાવવાના કરાર થશે.
વડાપ્રધાન મોદીના ભવ્ય સ્વાગતની તૈયારીઓ
આગમન| મોદી ચીનના રાષ્ટ્રપતિ સાથે જન્મદિવસ ઊજવશે
૧૬મીએ ગુજરાતમાંએક લોકસભા તથા વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીના પરિણામો આવશે. કોબા ભાજપ કાર્યાલય ખાતે તેઓ વિજયોત્સવમાં હાજરી આપે તેવી શક્યતા વ્યક્ત થઇ રહી છે. મોદીની હાજરી ભાજપના કાર્યકરોનો ઉત્સાહ વધારશે.
મોદીથી કાર્યકરોમાં ઉત્સાહ