• Gujarati News
  • કાશ્મીરમાંપુરની સ્થિતિમાં લોકોની સહાય કરવા માટે અમદાવાદ જિલ્લા કલેક્ટર

કાશ્મીરમાંપુરની સ્થિતિમાં લોકોની સહાય કરવા માટે અમદાવાદ જિલ્લા કલેક્ટર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાશ્મીરમાંપુરની સ્થિતિમાં લોકોની સહાય કરવા માટે અમદાવાદ જિલ્લા કલેક્ટર રાજકુમાર બેનીવાલની સૂચના અનુસાર અધિક નિવાસી નાયબ કલેક્ટર આર.આર. ઠક્કર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ મારફતે 50 હજાર જેટલા ફૂડ પેકેટ ખાસ વિમાન મારફત જમ્મુ કાશ્મીર ખાતે મોકલી આપ્યા છે.
સૂકા નાસ્તામાંથી બનેલા ફૂડ પેકેટ કાશ્મીરમાં પૂર અસરગ્રસ્તોને મોકલવામાં આવશે. નોંધનીય છે કે કાશ્મીરમાં પૂર અસરગ્રસ્તોને આગામી દિવસોમાં આવા વધારે ફૂડ પેકેટ મોકલવાનું આયોજન અમદાવાદ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. સ્વયંસેવી સંસ્થાઓને પણ ફૂડ પેકેટ મોકલવા માટે જિલ્લા કલેક્ટરનો સંપર્ક સાધવા તંત્રએ જણાવ્યું છે. કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતના અન્ય નાગરિકોની સ્થિતિ બાબતે જાણવા પણ જિલ્લા કલેક્ટર તંત્ર સતત પોતાની ફરજ બજાવી રહ્યું છે.
અમદાવાદમાંથી કાશ્મીરમાં 50 હજાર ફૂડ પેકેટ મોકલાયા