• Gujarati News
  • નંબરપ્લેટ પરથી લખાણ દૂર કરવા માટે હાઈકોર્ટના નિર્દેશાનુસાર ટ્રાફિક

નંબરપ્લેટ પરથી લખાણ દૂર કરવા માટે હાઈકોર્ટના નિર્દેશાનુસાર ટ્રાફિક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નંબરપ્લેટ પરથી લખાણ દૂર કરવા માટે હાઈકોર્ટના નિર્દેશાનુસાર ટ્રાફિક પોલીસે કવાયત હાથ ધરી છે. શહેરમાં કોઈ પણ વાહનની નંબર પ્લેટ પર લખાણ લખેલું હોય, કોઈ વાહન પર અનઅધિકૃત રીતે લાલલાઈટ, એરહોર્ન કે પછી કાચ પર ડાર્ક ફિલ્મ લગાવી હોય તો તેની ફરિયાદ કોઈ પણ નાગરિક વોટસએપ નંબર 9979921095 તેમજ અમદાવાદ સિટી ટ્રાફિક પોલીસના ફેસબુક પેજ પર ટ્રાફિક પોલીસને ફરિયાદ કરી શકશે.
સિવાય પોલીસ કંટ્રોલ રૂમ તેમજ હેલ્પ લાઈન નંબર 100, 1095, 1096 પર ફોન કરીને પણ ટ્રાફિક પોલીસ ફરિયાદ નોંધશે. હાઈકોર્ટ દ્વારા નંબર પ્લેટ પરથી લખાણ દૂર કરવાના નિર્દેશ આપ્યા બાદ તુરંત ટ્રાફિક પોલીસે હાઈકોર્ટના સંકુલમાં વકીલોના વાહનો પર હોદ્દા દર્શાવતા તેમજ અન્ય લખાણ તાત્કાલિક દૂર કરાવી ઝુંબેશની શરૂઆત કરી હતી.
ફેસબુક પર પણ ટ્રાફિકની ફરિયાદ કરી શકાશે
નંબર પ્લેટના નિયમોω
1. વાહનોનારજિસ્ટ્રેશન નંબર અંગ્રેજીમાં લખવાના હોય છે.
2.ખાનગીવાહનોમાં સફેદ કલરની નંબર પ્લેટમાં કાળા અક્ષરે તેમજ ટ્રાન્સપોર્ટના વાહનોમાં પીળી રંગની પ્લેટમાં કાળા અક્ષરે લખવાના હોય છે.
3.નંબરપ્લેટ પર અક્ષરોની સાઈઝ પણ નક્કી કરવામાં આવી છે.
નંબરપ્લેટ પર હોદ્દો નહી લખી શકાય
સરકારીવાહનોપર હોદ્દાનો પરિચય આપતા લખાણ જેવા કે, પ્રમુખ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સાંસદ, ધારાસભ્ય લખવા પર પ્રતિબંધ છે. જ્યારે જૂથબળ દર્શાવતા લખાણ પાટીદાર, ક્ષત્રિય, રાજપૂત જેવા લખાણો પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. આમ કોઈ પણ સરકારી અધિકારી, એનજીઓ તેમજ અન્ય સંસ્થા તેના હોદ્દાનો પરિચય આપવા નંબર પ્લેટ પર લખાણ નહી લખી શકે.
નાગરીકો ફરીયાદ કરી શકે તે માટે ટ્રાફિક પોલીસે વોટસએપ નંબર જાહેર કર્યો
વોટ્સઅેપથી નંબર પ્લેટના લખાણની ફરિયાદ શક્ય