• Gujarati News
  • રાજ્યનાવાણિજ્યિક વેરા વિભાગ દ્વારા મેન્યુઅલી રજૂ કરવાના થતા ત્રિમાસિક

રાજ્યનાવાણિજ્યિક વેરા વિભાગ દ્વારા મેન્યુઅલી રજૂ કરવાના થતા ત્રિમાસિક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યનાવાણિજ્યિક વેરા વિભાગ દ્વારા મેન્યુઅલી રજૂ કરવાના થતા ત્રિમાસિક પત્રકની મુદત વધારવામાં આવી છે. વેપારીઓ દ્વારા તા. 30 સપ્ટેમ્બરના રોજ પૂરા થતા ટેક્સ પિરિયડના ત્રિમાસિક પત્રક (રિટર્ન) મેન્યુઅલી રજૂ કરવા માટેની મુદત 30મી ઓક્ટોબરે પૂરી થાય છે, પરંતુ દિવાળીના તહેવારો અને રજાને કારણે વેપારીઓની સરળતા માટે તે માટેની મુદત લંબાવીને 14મી નવેમ્બર કરાઈ છે. દિવસ સુધીમાં મેન્યુઅલી પત્ર રજૂ કરનાર વેપારી સામે કોઈપણ પ્રકારે દંડનીય કે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે નહીં. પરંતુ, તા.14 નવેમ્બર પછી મેન્યુઅલી રિટર્ન રજૂ કરનાર વેપારીને પેનલ્ટી કરાશે. ગુજરાત મૂલ્યવર્ધિત વેરા નિયમો, 2006ના નિયમ-19 ની જોગવાઈ મુજબ તા.30 સપ્ટેમ્બરે પૂરા થતા ત્રિમાસિક સમયગાળા માટે મેન્યુઅલી રજૂ કરવાના થતા ત્રિમાસિક સમયપત્રકની મુદત 30 ઓક્ટોબર, 2014 છે.

ઓક્ટોબર મહિનામાં દિવાળીના તહેવાર આવે છે અને ઓક્ટોબરના છેલ્લાં સપ્તાહ દરમિયાન ત્રણ દિવસ જાહેર રજા રહેશે. આથી વેપારીઓને મુશ્કેલી પડે તે હેતુસર તે માટેની મુદત લંબાવવા માટે વકીલ મંડળોએ ‘વેટ’ વિભાગ સમક્ષ રજૂઆત કરી હતી. રજૂઆતોને ધ્યાનમાં લઈને મેન્યુઅલી રજૂ કરવાના થતા ત્રિમાસિક પત્રકની મુદત તા.14 નવેમ્બર સુધી લંબાવવા અંગે ‘વેટ’ વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આ‌વ્યો છે.

વેટ રિટર્ન માટેની મુદત લંબાવી 14 નવે. કરાઈ