• Gujarati News
  • હવે વિદેશમાંથી આવતા ફંડ પર સર્વિસ ટેક્સ

હવે વિદેશમાંથી આવતા ફંડ પર સર્વિસ ટેક્સ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદેશમાંથીભારતમાં શૈક્ષણિક હેતુસર આવતા વિદેશી હૂંડિયામણ (ભંડોળ) પર સર્વિસ ટેક્સ વસૂલ કરવામાં આવશે. વિદેશમાંથી વિવિધ હેતુસર ખાસ કરીને શૈક્ષણિક હેતુસર આવતા વિદેશી ભંડોળ પર અત્યાર સુધી સર્વિસ ટેક્સ લાગુ કરવા બાબતે ગૂંચવાડો પ્રવર્તતો હતો. હવે પ્રકારની સેવાઓ પૂરી પાડનાર અને તે અંગે કમિશન મેળવાતું હોવાથી તેમને સર્વિસ ટેક્સની જાળમાં આવરી લેવાયાં છે.

મની ટ્રાન્સફર સર્વિસ ઓપરેટર મારફતે વિદેશમાંથી ભારતમાં તેના લાભાર્થીને થતી ચુકવણી પર આશરે 12.35 ટકા જેટલા દરે સર્વિસ ટેક્સ વસૂલ કરાશે.સર્વિસ રૂલ્સ, 2012ની પ્લેસ ઓફ પ્રોવિઝનના નિયમ 9 (સી) હેઠળ મધ્યસ્થીની ભૂમિકા ભજવનારનો સમાવેશ કરાયો છે. મની ટ્રાન્સફર સર્વિસ ઓપરેટર મારફતે વિદેશમાંથી ભારતમાં તેના લાભાર્થીને કરાતી ચુકવણી સંબંધિત એક્ટિવિટી પર સર્વિસ ટેક્સ લાગુ કરી શકાય.