• Gujarati News
  • વૃદ્ધાશ્રમમાં અનાજ કીટ વહેંચાશે

વૃદ્ધાશ્રમમાં અનાજ કીટ વહેંચાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વૃદ્ધાશ્રમમાં અનાજ કીટ વહેંચાશે

અમદાવાદ |પ્રન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મ.સા. તથા મુનિ હંસબોધિ વિજયજી મ.સા.ના શુભઆશિષથી જીવનધારા વૃદ્ધાશ્રમ દ્વારા 19મી ઓક્ટોબરને રવિવારના રોજ સવારે 10 કલાકે વિનામૂલ્યે અનાજ કીટનું વિતરણ કરવામાં આવશે. જીવનધારા વૃદ્ધાશ્રમ પદ્માવતીનગર, ઇન્દિરાનગર વિ.2 લાંભા નારોલ રોડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં અંધ, નિ:સંતાન, સિનિયર સિટીઝન, વિધવા તથા ત્યક્તા બહેનો તેમજ આર્થિક રીતે નબળા પરિવારોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવશે.