• Gujarati News
  • ચાલુ નાણાકીય વર્ષમાં કુલ~17,578 કરોડ એકત્રિત કરવા લક્ષ્ય

ચાલુ નાણાકીય વર્ષમાં કુલ~17,578 કરોડ એકત્રિત કરવા લક્ષ્ય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાલુનાણાકીય વર્ષ માટે સેન્ટ્રલ એક્સાઈઝ માટેનો લક્ષ્યાંક ગત વર્ષની સરખામણીએ 20 ટકા વધારીને રૂ.9,930 કરોડ કરાયો છે. જ્યારે સર્વિસ ટેક્સ માટેનો લક્ષ્યાંક ગત વર્ષની તુલનાએ 40 ટકા વધારીને રૂ.7,648 કરોડ આપવામાં આવ્યો છે. આમ, ચાલુ વર્ષે એક્સાઈઝ અને સર્વિસ ટેક્સ મારફતે કુલ 2.17,578 કરોડ એકત્રિત કરવાની નેમ છે. ચાલુ વર્ષ માટે અપાયેલા ટાર્ગેટને હાંસલકરવા પેન્ડિંગ કેસોનો ઝડપી નિકાલ કરવા, દરોડા, સર્ચ સહિતની ઝુંબેશ સઘન બનાવવા સહિતના પગલાં લેવામાં આવશે.
ગત વર્ષે એક્સાઈઝ વિભાગને રૂ.8,275 કરોડનો ટાર્ગેટ અપાયો હતો અને તેની સામે રૂ.8,035.88 કરોડ એકત્રિત કરાયા હતા. જ્યારે સર્વિસ ટેક્સ માટે ગત વર્ષે રૂ.5,463 કરોડનો ટાર્ગેટ અપાયો હતો અને તેની સામે રૂ.4,691.35 કરોડ એકત્રિત કરી શકાયા હતા. ચાલુ નાણાકીય વર્ષ માટેનો ટાર્ગેટ નક્કી કરાયા પછી તેને હાંસલ કરવા માટે એક્સાઈઝ અને સર્વિસ ટેક્સ વિભાગમાં અત્યાર સુધીમાં પેન્ડિંગ રહેલા કેસોનો ઝડપથી નિકાલ કરવા, સર્ચ અને દરોડાની કાર્યવાહી હાથ ધરવા, ડ્યૂટી ચોરીના કેસો કરવા તેમજ પ્રિવેન્ટિવ એક્ટિવિટી વધારવા સહિતની કાર્યવાહી સઘન બનાવવા એક્શન પ્લાન ઘડીને તેનો અમલ કરવાનું આયોજન કરાઈ રહ્યું છે. તાજેતરમાં અમદાવાદ એક્સાઈઝના ત્રણ કમિશનરેટ અને સર્વિસ ટેક્સના કમિશનર તેમજ રાજકોટ, ભાવનગર, સુરતના કમિશનરેટ સહિત અધિકારીઓની બેઠક યોજાઈ હતી.
એક્સાઈઝના ટાર્ગેટમાં 20%, સર્વિસ ટેક્સમાં 40%નો વધારો